લોકસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષ દ્વારા જિલ્લા તાલુકા અને વિવિધ સેલ ની નવેસરથી રચના કરી રરહ્યું છે તેવા સમયે મોરબી જિલ્લામાં આવેલ વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ દ્વારા અચાનક મોરબી જિલ્લા ભાજપના પ્રમુખને પોતાનું લેખિત રાજીનામું મોકલાવી આપવામાં આવતા સ્થાનિક કક્ષાએ રાજકારણ ગરમાયું છે તેઓ દ્વારા પારિવારિક કારણોસર જવાબદારી નિભાવી શકવા સક્ષમ ન હોવાનું જણાવ્યુ હતું જોકે સુત્રો પાસેથી મળી માહિતી મુજબ સ્થાનિક ભાજપમાં આંતરિક રીતે ચાલતા રાજકારણથી ત્રાસી જઈ પોતાના પદ પરથી રાજીનામું આપવામાં આવ્યું છે જોકે હકીકત શું છે તે ભાજપના હોદેદારો જ જાણે ?
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ પરેશભાઈ મઢવી દ્વારા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખને પોતાનું શહેર ભાજપ પ્રમુખ પદ ઉપરથી લેખિત રાજીનામું મોકલાવી આપેલ છે તેમાં જણાવ્યુ છે કે, તેઓને કુટુંબની જવાબદારી વધી ગઈ હોવાથી તે પક્ષને સમય આપી શકતા ન હોય તે બાબતને ધ્યાનમાં રાખીને હાલમાં તેમને રાજીનામું આપ્યું છે


