રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં રાજ્યના એક પણ જિલ્લા એવા નથી જ્યાં દારૂનું પોલીસની મીઠી નજર હેઠળ દારૂનું વેચાણ થતું ન હોય ભૂતકાળમાં લઠ્ઠાકાંડની ઘટના બની છે અને કેટલાયના મોત થયા છે. બોટાદની ઘટનાને હજુ લાંબો સમયનથી થયો ત્યાં ફરી એકવાર આવી ઘટના ગાંધીનગર જીલ્લામાં બની છે ગાંધીનગર જિલ્લાના લીહોડા ગામમાં ઉતરાયણ પર્વની રાત્રે એક સાથે 9 લોકોને જાડા ઉલટી થતા બે શુદ્ધ થઇ ગયા હતા જે બાદ તમામને પ્રથમ સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ગાંધીનગર ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન બે વ્યક્તિનું મોત થયા હતા
મૃતકોના નામ
કાનાજી ઉમેદજી ઝાલા
વિક્રમસિંહ રગતસિંહ
દેશી દારૂથી અસરગ્રસ્ત લોકો
બળવત સિંહ ઝાલા, રાજુ સિંહ ઝાલા, કાલાજી ઠાકોર, ચેહરજી ઝાલા, મગરસિંહ ઝાલા, વિનોદ ઠાકોર, વિક્રમ પ્રતાપસિંહ
મૃતક ના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમના ગામમાં બેફામ દારૂનું વેચાણ થઇ રહ્યું છે અને તેના પરિવારજનોના જણાવ્યા મુજબ દેશી દારૂ પીધા બાદ તેમની તબિયત લથડી અને મોત થયું હતું તો સારવાર લઇ રહેલા પરિવારના લોકો એ પણ તેના ગામમાં બે ફામ દારૂ વેચાતો હોય અને પોલીસન જાણ કરવા છતા પોલીસ કોઈ એક્શન ન લેતા હોવાનો આક્ષેપ કર્યો હતો
જોકે પોલીસ દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે કે એફ એસ એલ રીપોર્ટમાં મીથેનોલનું પ્રમાણ મળી આવ્યું નથી જેથી મૃતકનું લઠ્ઠાથી મોત ન હોવાનો દાવો કરાયો છે
રાજ્યમાં ક્યારે બની લઠ્ઠાકાંડની ઘટના?
જૂલાઇ 2009- અમદાવાદમાં 140થી વધુનાં મોત જાન્યુઆરી 2017- સુરત- 20થી વધુનાં મોતબરવાળા 2022- 40થી વધુ લોકોનાં મોત2009માં અમદાવાદમાં થયા હતા નવેમ્બર 2023- ખેડા- ચારથી વધુનાં મોત 140થી વધુ લોકોના મોત 7 જુલાઇ 2009માં અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં અચાનક જ રસ્તા ઉપર કેટલાક લોકો બેભાનઅવસ્થામાં મળી આવ્યા હતા. અમદાવાદમાં લઠ્ઠાકાંડમાં 140થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 200 લોકોને આંખો ગુમાવવી પડી હતી. આ ઘટનામાં કોર્ટે ચુકાદો આપ્યો જેમાં 3 આરોપીને 10 વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્રણ મહિલા આરોપીને 3.5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.બોટાદમાં 40થી વધુ લોકોના થયા હતા મોતબોટાદ જિલ્લાના એક ડઝન ગામમાં લઠ્ઠાકાંડથી 40થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે 100 અસરગ્રસ્ત લોકોને અમદાવાદ, ભાવનગર અને બોટાદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.