વાંકાનેર શહેરમાં થાનગઢ રોડ પર જાલી બસ સ્ટેન્ડ પાસે નવા બનેલ કોમ્પલેક્ષમાં જથ્થા બંધ સાબુ ની દુકાન ધરાવતા સુરેશભાઈ કાળુભાઇ રાઠોડ ની દુકાનમાં ગત 8 ન રોજ તસ્કરો ત્રાટકયા હતા અને દીવાલમાં હોલ કરીને અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં રહેલા રું18 હજાર ની કિંમતનો 1000કિલો સાબુનો જથ્થો તેમજ વજન કાંટો સહિત 34 હજારની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે વેપારીએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

