મોરબી શહેર અને ગંદકી એક બીજાના પર્યાય બની ગયા હોય તેમ દિન પ્રતિદિન લાગી રહ્યું છે, ઠેર ઠેર કચરાના ઢગલા અને ધૂળનું સામ્રાજ્યના દ્રશ્ય કાયમી છે ડોર ટુ ડોર કચરા કલેક્શન કામગીરી ન થતી હોવાની લોકોની ફરિયાદ વચ્ચે હવે ખુદ સરકારી આંકડામાં પણ ગંદકી હોવાની સાબિતી મળી ગઈ છે કેન્દ્ર સરકાર દ્વારા શહેરની સફાઈ વધુ સુદ્રઢ બને કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી પ્રદુષણ સ્તર ઘટાડવા પ્રયાસ કરવામાં આવે છે અને તેના ભાગરૂપે દેશભરની નગરપાલિકા અને મહાનગર પાલિકા વચ્ચે સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધા યોજવામાં આવે છે 2023માં કેન્દ્રની ટીમ દ્વારા મોરબી શહેરમાં સફાઈ બાબતે ઇન્સ્પેકશન કામગીરી હાથ ધરી હતી જેનું આજે પરિણામ જાહેર થયું છે આ પરિણામ નિરાશા જનક રહ્યું છે કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેયર્સ દ્વારા આજે સ્વચ્છતા સર્વેક્ષણ 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં મોરબી પાલિકાનું પરફોર્મન્સ નિરાશાજનક રહ્યું છે એક લાખથી 10 લાખની વસ્તીવાળી નગરપાલિકા અને મહા નગર પાલિકાના રેન્કિંગમાં મોરબી પાલિકાનો નેશનલ લેવલે 275મો ક્રમ આવ્યો છે 2022ના સર્વેક્ષણમાં પાલિકાનો ક્રમાંક 189 રહ્યો હતો ગત સર્વેક્ષણની સ્થિતિ જોઈએ તો 89 રેન્કિગ પછડાટ જોવા મળ્યો છે એટલે કે મોરબી શહેર 2022ની સરખામણીએ 2023માં ગંદકીનું પ્રમાણ વધ્યું છે રાજ્ય કક્ષાએ પણ પાલિકાનો ક્રમાંક 14 મો રહ્યો છે
મોરબી નગરપાલીકાની સ્વચ્છતાની બાબતમાં જેતપુર નવાગઢ,વાપી ભરૂચ નવસારી આણંદ જેવી નગરપાલિકા કરતા પણ ખરાબ રહ્યું છે વાપી નગરપાલિકાનો રેન્ક 102, આણંદ પાલિકાનો 160,નવસારી પાલિકાનો 186 જયારે રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢ પાલિકાનો રેન્કિંગ 190મો ક્રમ રહ્યો છે એટલે કે મોરબી પાલિકાના વિસ્તાર વસ્તીની દ્રષ્ટી નાની ગણાતી પાલીકા તેમજ તેની હરોળમાં ઉભી રહેલી નગરપાલિકા કરતા પણ ખરાબ સ્થિતિ રહી છે.
સર્વેક્ષણમાં ઘર-ઘરથી કચરાનું એકત્રીકરણ કામગીરી 2022માં 84 ટકા વિસ્તારમાં હતી. જે 2023માં માત્ર 42 ટકા જ રહી હતી. ભીનો-સુકો કચરો અલગ કરવાની કામગીરીનો 76 ટકા કામ સીધું 6 ટકા પહોચી ગયું છે. 2022 માં માર્કેટ વિસ્તારમાં સફાઈની કામગીરી 100 ટકા હતી.જોકે, 2023માં તે ઘટીને સીધી 42 ટકા સુધી નીચે પહોચી ગઈ હતી. રહેણાંક વિસ્તારમાં ચોખ્ખાઈ 94 ટકાથી ઘટીને 46 ટકા નોધાઇ હતી.
જોકે નવાઈની વાત એ છે કે, પાલિકાનું પરફોર્મન્સ નેશનલ કક્ષા એ ગગડ્યું હોવા છતાં રાજ્ય કક્ષાએ સુધારો જોવા મળ્યો છે. ગત વર્ષે મોરબી પાલિકા રાજ્ય કક્ષાએ 16માં ક્રમે હતું. જેની સામે આ વર્ષે બે ક્રમનો સુધારો આવ્યો અને 14 માં ક્રમે પહોચ્યું હતું મોરબી શહેરમાં ગંદકીની જ સ્થિતિ છે તે જોતા રાજ્ય કક્ષાએ સુધારો રાજ્યની બીજી નગરપાલીકાની કેવી સ્થિતિ હશે તે પણ વિચારવા જેવી છે

