તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલા ગુજરાત પાટીદાર બિઝનસ સમીટ 2024 દરમિયાન સરદારધામ તરફથી મોરબી સિરામિક એસોશીએશન ના પૂર્વ પ્રમુખ અને વિન્ટેલ સીરેમીક પ્રા. લિ. તેમજ વિન્ટેલ ગૃપના વડા કે. જી. કુંડારીયાનું “પાટીદાર ઉદ્યોગ રત્ન” તરીકે એવોડઁ આપીને બહુમાન કરવામાં આવેલ છે. આ એવોડઁ ભારતના સમસ્ત પાટીદારોમાંથી જેમણે ઉદ્યોગમાં વિશિષ્ટ લક્ષ્યાંકો હાંસલ કયાઁ હોય તેને આપવામાં આવે છે. કે. જી. કુંડારીયા મોરબીએ સીરેમીક એસોસીયેશનના પ્રમુખ તરીકે સુંદર સેવા આપેલ છે. તેમના કાયઁકાલમાં દરમ્યાન વાઈબ્રન્ટ સીરેમીક એક્ઝીબીશન, સીટીમાં સવેઁલન્સ કેમેરા પોલીસ સાથે રહીને આપવા, પોલીસ અધિક્ષરની અધ્યક્ષતામાં મોરબી જીલ્લા ટ્રાફીક ટ્રસ્ટની રચના, ગળાની ફાંસ સમાન સી ફોમ્સઁ જેવા જટીલ પ્રશ્નનો સરકારમાં સુમેળે નિકાલ લાવવો જેવા સીમાચિહ્ન કામોને પુણઁ કરવામા આવેલ, જેને ઉદ્યોગ આજે પણ યાદ કરે છે.


