ઉત્તરાયણ પર્વને હવે એક સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે મોરબી શહેરની બજારમાં ફરી એકવાર ફેસ્ટિવલ ફીવર છવાઈ રહ્યો હોય તેમ બજારમાં અવનવી પતંગ, દોરી, માસ્ક, ચશ્મા સહિતનો ચીજવસ્તુઓથી ભરાઈ ગઈ છે શહેરના માર્ગો બન્ને સાઈડ પતંગો અને દોરીઓના સ્ટોલ શરૂ થવા લાગ્યા છે.મોરબીના શનાળા રોડ, નહેરુ ગેટ ચોક બજાર, પરા બજાર, બાપા સીતારામ ચોક, ઉમીયા સર્કલ ચોક, બાયપાસ વિસ્તાર નવા હાઉસિંગ બોર્ડ વિસ્તાર, સામા કાંઠે જૂના હાઉસિંગ બોર્ડ, ત્રાજપર રોડ શાહિતના વિસ્તારમાં સ્ટોલ શરૂ થવા લાગ્યા છે.
તો દુકાનો પણ અવનવી ડીઝાઇન અને લખાણ વાળી પતંગોનો ખડકલો જોવા મળી રહ્યો છે.નાના બાળકો તો છેલ્લાં કેટલાંક દિવસો થી જાણે ઉતરાયણના મૂડમાં આવી ગયા હોય તેમ પતંગો ચગાવવાની મજા માણી રહ્યા છે. પરંતુ જોકે હજુ બજાર પતંગની ખરીદીનો માહોલે હજુ ગરમી પકડી નથી. આગામી દિવસોમાં તેમાં વધારો થાય તેવી શક્યતા વેપારીઓ સેવી રહ્યા છે.
મોરબી જિલ્લાનું મુખ્ય મથક હોવાથી મોરબી શહેર અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ ટંકારા માળીયા પંથકમાંથી પણ મોટા પાયે લોકો ખરીદી માટે આવતા હોય છે જેના કારણે સીઝન દરમિયાન લગભગ પાંચથી સાડા પાંચ કરોડની આસપાસનું માર્કેટ રહેતું હોય છે. ત્યારે આ વર્ષે પણ ખરીદીનો માહોલ સર્જાતાં વેચાણ ગત વર્ષ કરતાં વધે તેવી સંભાવના છે.
મોરબીની બજારમાં હાલ અલગ અલગ પ્રકારની પતંગો નુ આગમન થયું છે બાળકોના પસંદગીમાં કાર્ટૂન એવા મોટું પતલું, ડોરેમોન છોટા ભીમ, એવંજર, છત્રી ઉપરાંત બાર્બી ડોલ પ્રિન્ટ ગોલ્ડ રોકેટ ઉપરાંત વેલકમ 2024 , ઉપરાતં બોલિવૂડ નાં અભિનેતા અને અભિનેત્રી ની તસ્વીર વાળી યોગી, આદિત્યનાથ,પીએમ નરેન્દ્ર મોદી, હેમંત બિશ્વા, સહિતના નેતાઓ રાજનેતાઓના તસવીરો વાળી પતંગો નું આગમન થઈ ગયું છે. પતંગની કિંમતની વાત કરીએ તો 5રૂપિયાથી લઇ 500રૂપિયાની પતંગ જોવાં મળે છે.
માંજાની વાત કરીએ તો અલગ અલગ 100થી વધુ અલગ અલગ વેરાયટી ઉપલબ્ધ છે જેમાં જૂની જાણીતી સાંકળ ડબલ ઘોડા. ઉપરાંત નવી અલગ અલગ વેરાયટી છે તો સુરતના પણ અલગ અલગ ફિરકી ઉપલબ્ધ છે.
સાથે સાથે માસ્ક ગોગલ્સ, વ્હિસલ ,બ્યુગલ સહિતની ચીજ વસ્તુઓ પણ ધીમે ધીમે બજારમાં અવનવી ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં ચીજ વસ્તુઓની ખરીદી નિકળશે અને આં વર્ષે વેચાણ માં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

