HomeGujaratવાંકાનેરમાં વિદેશી દારૂના કટિંગ વખતે LCB ત્રાટકી,રૂ. 27.86 લાખનો 667 પેટી દારૂ...

વાંકાનેરમાં વિદેશી દારૂના કટિંગ વખતે LCB ત્રાટકી,રૂ. 27.86 લાખનો 667 પેટી દારૂ પકડાયો

વાંકાનેર તાલુકાના જાલીડા ગામની હદમાં આવેલ દ્વારકાધીશ હોટેલના પાછળના ભાગે આવેલી પડતર જગ્યામાં મોડી રાતે ટેન્કરમાંથી બે બોલેરો ગાડીમાં વિદેશી દારૂનું કટિંગ થતા હોવાની મોરબી એલસીબીની ટીમને બાતમી મળી હતી. જેના આધારે એલસીબી દરોડો પાડ્યો હતો. અને એલસીબીની ટીમ દ્વારા સ્થળ પરથી ઓન ગવર્મેન્ટ ડ્યુટી લખાયેલા આર જે 14 જી એચ 3235 નંબરના ગેસના ટેન્કરમાંથી 27.86 લાખની કિમતના 667 પેટીમાં ભરેલા 8004 વિદેશી દારૂની બોટલ પકડી પાડી હતી જોકે પોલીસના દરોડા અંગેની જાણ થતા આરોપીઓ ફરાર થઇ ગયા હતા જે બાદ પોલીસે 8004 બોટલ દારૂ, ટેન્કર બે બોલેરો કાર સહીત રૂ 58.86 લાખની કિમતના મુદામાલ જપ્ત કર્યા હતા બનાવ અંગે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW