Monday, July 14, 2025
HomeNationalસોમાલિયાના દરિયામાંથી જહાજ હાઈ જેક થયું ,15 ભારતીય ક્રુ મેમ્બર સામેલ INS...

સોમાલિયાના દરિયામાંથી જહાજ હાઈ જેક થયું ,15 ભારતીય ક્રુ મેમ્બર સામેલ INS ચેન્નઈ થયું રવાના

સમુદ્રી ચાંચીયાઓ દ્વારા અવાર નવાર સમુદ્ર માંથી જહાજોને હાઇજેક કરી લેવાની અને લૂંટી લેવાની ઘટના બનતી હોય છે તો ક્યારેક જહાજ છોડાવવાના બદલામાં મોટી રકમ વસુલ કરવામાં આવતી હોય છે તઆવી જ એ ઘટનાને ફરી એકવાર સમુદ્રી લુટારુઓએ નિશાન બનાવ્યું છે ન્યુઝ એજન્સી એએનઆઈના રીપોર્ટ મુજબ સોમાલિયાના સમુદ્ર કિનારે એક એમવી લીલા નોરફોક (MV LILA NORFOLK) જહાજને હાઇજેક કરી લેવાયાના અહેવાલ મળી રહ્યા છે. આ જહાજ ગઈકાલે હાઈજેક થયું હતું. ભારતીય સૈન્ય આ મામલે સક્રિય થઇ ગઈ છે. અપહરણ કરાયેલા આ જહાજ પર લાઈબેરિયાનું ધ્વજ હતું. 

મળતી માહિતી મુજબ જહાજના કેપ્ટન દ્વારા યુ.કે.એમટીઓને જાણ કરી હતી કે તેમના જહાજમાં 5થી 6 અજાણ્યા લોકો હથીયાર સાથે આવી પહોચ્યા હતા

સોમાલિયા પાસે લીલા નોરફેક નામના આ જહાજને સોમાલિયાની સમુદ્ર સીમા પાસે હાઈજેક કરાયું છે. અને તેમાં 15 જેટલા ભારતીય ક્રૂ મેમ્બર હોવા અંગે જાણ થતાં ભારતીય નેવી સક્રિય થઈ છે અને મોટું પગલું ભરતા INS ચેન્નાઈને અપહ્રત જહાજને બચાવવા રવાના કરી દેવાયું .

સૈન્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, ભારતીય નેવીનું યુદ્ધવાહક જહાજ આઈએનએસ ચેન્નાઈ અપહરણની સ્થિતિને પહોંચી વળવા માટે અપહ્રત જહાજ તરફ આગળ વધી રહ્યું છે. કિડનેપ કરાયેલ જહાજ અંગે ગુરુવારે સાંજે જાણકારી મળી રહી છે. સોમાલિયાના કિનારે લંગારેલ આ જહાજ પર લાઈબેરિયનનો ઝંડો લગાવેલો છે. ભારતીય નૌસેનાના વિમાન જહાજ પર સતત નજર રાખી રહ્યા છે. ક્રૂ મેમ્બર સાથે કમ્યુનિકેશન સ્થાપિત કરી ચૂક્યા છે. તમામ મેમ્બરો સુરક્ષિત છે.

માહિતી અનુસાર આ જહાજના ચાલકદળમાં 15 ભારતીય સભ્યો પણ સામેલ હોવાથી ભારતીય નેવીના વિમાન આ જહાજ પર નજર રાખી રહ્યા છે અને ચાલક દળની સાથે કમ્યુનિકેટ કરી રહ્યા છે. આ ઘટના બાદથી ભારતીય નેવીનું યુદ્ધજહાજ આઈએનએસ ચેન્નઇ પણ સ્થિતિનો સામનો કરવા જહાજ તરફ આગળ વધી રહ્યું છે.

સોમાલિયા નજીક કોઈ જહાજના હાઈજેકની આ પ્રથમ ઘટના નથી. તાજેતરમાં જ સોમાલિયામાં સમુદ્રી ચાંચિયાઓએ અરબ સાગરમાં માલ્ટાના જહાજ એમવી રુએનને હાઈજેક કરી લીધું હતું. આ ઘટનાની માહિતી મળતાં જ ભારતીય નેવી તરત જ એક્ટિવ થઇ હતી. ઉતાવળે નેવી તરફથી એક યુદ્ધ જહાજ અને સમુદ્રી પેટ્રોલિંગ વિમાન અરબ સાગર રવાના કરાયું હતું જેના બાદ ભારતીય નેવીએ આ જહાજને રેસ્ક્યૂ કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,000SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page