HomeGujaratમાળિયાના ગીડચમાં ડીએમકે પાર્ટીકલ બોર્ડ નામની ફેકટરીમાં આગ

માળિયાના ગીડચમાં ડીએમકે પાર્ટીકલ બોર્ડ નામની ફેકટરીમાં આગ

મોરબી તાલુકાના ગીડચ ગામની સીમ વિસ્તારમાં  આવેલી પાર્ટીકલ બોર્ડની  ફેક્ટરીમાં મંગળવારે અચાનક કોઈ કારણસર  આગ લાગી ગઈ હતી  ગણતરીની મિનીટમાં વિકરાળ બની જતા  અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા મોરબી  ફાયરની ટીમ ઘટના સ્થળે  દોડી ગઈ હતી.  આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. 

મોરબી તાલુકાના  ગિડચ ગામની સીમમાં  આવેલ ડીએમકે પાર્ટીકલ બોર્ડ એલએલપી નામની ફેકટરીમાં મંગળવારે  શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાની ઘટના સામે આવી હતી.જેને પગલે સત્વરે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને પગલે સમગ્ર ફેક્ટરીમાં અગનજવાળા ભભૂકી ઊઠી હતી અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ફેલાઈ ગયા હતા.

આ આગજ્નીની ઘટનામાં એક શ્રમિકને  ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો ઘટના અંગે ફાયર કન્ટ્રોલમાં જાણ કરતા  મોરબી ફાયર વિભાગ ની ટીમ ફાયર બ્રાઉઝર સાથે  સ્થળ પર દોડી ગઈ હતી અને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ફાયર વિભાગ દ્વારા 8 કલાકની જહેમત બાદ આગ પર  સંપૂર્ણ કાબુ આવી શક્યો હતો બનાવમાં ફેક્ટરીની મશીનરી, કાચા માલ સહિત મુદ્દામાલ બળી  ગયો હતો. હાલ આ બનાવને લઈને તાલુકા પોલીસ મથકના પોલીસકર્મી અશ્વિનભાઈ ઝાપડીયા દ્વારા પ્રાથમિક તપાસ ચલાવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW