મોરબીથી ઘોઘંબા જવા નીકળેલી એસટી બસ મોડી રાતે વીરમગામ -માલવણ હાઈવે પરથી પસાર થઇ રહી હતી તે દરમિયાન વણી-કાંકરાવાડી ગામ પાસે મોડી રાત્રે બંધ પડેલ કન્ટેનર ટ્રક પાછળ તરફ જતી એસટી બસ ટ્રક ની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે મીઠી નિંદર માણી રહેલા મુસાફરો અચાનક બનેલી ઘટનાથી આખી બસ ચીચીયારીઓથી ગુંજી ઉઠી હતી. ઘટનાની જાણ થતા અન્ય વાહન ચાલકો તેમજ આસપાસના ગામ લોકો બચાવ કામગીરી માટે દોડી ગયા હતા ઘટનામાં મુસાફરો ના સામાન્યથી લઇ ગંભીર ઈજા પહોચી હતી જે બાદ સ્થાનિકોએ 108 ને ફોન કરાતા સ્થાનિક 108ની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને 20 જેટલા ઘાયલ વ્યક્તિઓને તેમજ ગંભીર રીતે ઈજા પામેલા ચાર વર્ષના બાળક વિહાન હરેશભાઈ પટેલ ને વિરમગામ ની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સ્થળ પરના ડોક્ટરોએ ચાર વર્ષના વિહાનને મૃત જાહેર કરેલ તેમજ છ વ્યક્તિઓને વધુ સારવારની જરૂર હોય અમદાવાદ અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા
ઘાયલ વ્યક્તિઓના અમદાવાદ રીફર કરવામાં આવેલ
હરીશભાઈ દાનાભાઈ
હરીશભાઈ વાલાભાઈ
પરસોતમભાઈ હરિભાઈ
એસટી ડ્રાઇવર રમણભાઈ
હરેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ
સંગીતાબેન હરેશભાઈ
પ્રાથમિક સારવાર લીધેલ યાદી
કુણાલ અરજણભાઈ વાળા
નંદુબેન હરિભાઈ પરમાર
ગીતાબેન અર્જુનભાઈ વાળા
કલાભાઈ કેશવભાઈ વાઘેલા
તેજલ બેન સુનિલભાઈ વાઘેલા
પરેશભાઈ જતીનભાઈ ચૌહાણ
રમણભાઈ ભૂતિયાભાઈ
સાગરભાઇ અશોકભાઈ
અરવિંદભાઈ જેણસિહ
જયદીપ દિલીપભાઈ વાઘેલા
અભીસિગભીખાભાઈ બારૈયા
હસમુખભાઈ જાદવજીભાઈ
મીનાક્ષીબેન દિલીપભાઈ
શૈલેષભાઈ મંગળભાઈ પટેલિયા

