પોલીસ અને ભારે વાહનોના માલિકોએ હવેથી ગામની બારોબાર વાહનો ચલાંવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો
સમગ્ર મોરબી જીલ્લામાં ઓવર લોડ અને બેફામ રીતે ચાલતા ટ્રકનો ત્રાસ વધ્યો છે અને તેના કારણે અકસ્માતની સંખ્યા પણ વધી છે આ ત્રાસ માત્ર હાઇવે પુરતો સીમીત નથી રહ્યો ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે બેફામ દોડતા ટ્રકથી ગ્રામ જનો બેહાલ બન્યા છે માળીયા (મી) તાલુકા બગસરા ગામમાંથી વર્ષો જુનો રસ્તો હોય અને આ રસ્તાની બન્ને સાઈડગ્રામજનો વસવાટ હોય અને નાના બાળકો દીવસ દરમિયાન શાળાએ આવતા જતા હોય અને તેના કારણે તેમના પર આ મીઠા ભરેલા ભારે વાહનોથી અકસ્માતનું મોટું જોખમ હોય બાળકો સાહિતના ગ્રામજનોની સલામતી હોડમાં મૂકીને બેફામ ગતિએ ભારે વાહનો દોડતા રહેતાં હોવાથી ગ્રામજનોએ ભારે વાહનોના ત્રાસ સામે રીતસર મોરચો માંડ્યો હતો. ગ્રામજનોએ ભારે રોષ સાથે આજે તેમના ગામમાંથી પસાર થતા ભારે વાહનોને અટકાવી દઈને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.
ગ્રામજનોનો રોષ પારખી ગયેલી પોલીસ તુરત ઘટના સ્થળે પહોચી હતી અને લોકોને મનાવવા પ્રયાસ કર્યો હતો જે બાદ વાહનોના માલિકો પણ દોડી ગયા હતા અને હવેથી ગામની બારોબાર વાહનો ચલાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.આ ઘટનાની જાણ થતા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો પહોચ્યા હતા અને ગ્રામજનોના સુરમાં સુર પુરાવ્યો હતો
બગસરા ગામના લોકોએ આજે ઉગ્ર આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, તેમના ગામમાં મીઠા ભરેલા ભારે વાહનોનો લાંબા સમયથી ત્રાસ છે. જેમાં જુદી જુદી મીઠાની કંપનીઓમાંથી ઓવર લોડેડ ડમ્પરો-ટ્રકો બગસરા ગામની વચ્ચોવચના રસ્તેથી બેફામ ગતિએ નીકળે છે. આ વાહનો એક તો ઓવરલોડ હોય તેથી ગામના રસ્તાને અને પીવાની પાણીની પાઇપલાઇનને તોડી ભારે નુકશાન તો કરે જ છે. પણ સાથેસાથે બાળકો, મહિલાઓ સહિત ગ્રામજનોની સલામતી પણ જોખમમાં મૂકે છે. દિવસમાં ગમે ત્યારે આવા ભારે વાહનો તેમના ગામમાંથી એટલી ઝડપથી સડસડાટ નીકળે છે કે, આ વાહનોની ગતિ જોઈને ગામની શાળામાં કે શેરીઓમાં રમતા બાળકો જીવ ઉપર મોટું જોખમ રહેતા આ માસૂમ બાળકો ભયભીત બની જાય છે. ભારેખમ વાહનોની મેરેથોન ગતિને કારણે બાળકો, મહિલાઓ સહિત ગ્રામજનો ઉપર અકસ્માતનું મોટું જોખમ હોય આ ગંભીર બાબતે અનેકવાર રજુઆત કરવા છતાં ભારે વાહનોની મનમાની યથાવત રહેતા આ ભારે વાહનોને સબક શીખવાડવા માટે ગ્રામજનો એકઠા થઈને તેમના ગામમાંથી પસાર થતા ભારે વાહનોને રોકી રાખીને ગામની વચ્ચેથી પસાર ન થવાની ચેતવણી આપી હતી. જો કે થોડીવાર પોલીસ આવી જતા ભારે વાહનો તેમજ મીઠાની કંપનીના જવાબદારોએ હવેથી આ ગામની બારોબાર વાહનો ચલાવાની ખાતરી આપતા હાલના તબક્કે મામલો શાંત પડ્યો છે.
મીઠા ઉદ્યોગ માટે આ વર્ષો જુનો રોડ છે જોકે રોડની બન્ને તરફ વસ્તી નો વસવાટ હોવાથી તેની સુરક્ષાનો પ્રશ્ન હોય જેથી અમે આ મુદે જિલ્લા કક્ષા એ રજૂઆત કરી બાયપાસ રોડની માંગણી કરી હતી જોકે વહીવટી કામગીરીમાં થોડો સમય લાગે તેમ હોય જેથી અમે તાત્કાલિક ગામની બાયપાસ અમારા ખર્ચે તૈયાર કરી રહ્યા છીએ તેમ મોરબી સોલ્ટ એસોશિએશન પ્રમુખ દિલુભા જાડેજાએ જણાવ્યું હતું

