HomeGujaratમોરબી જિ.પંચાયતના ઈજનેરે રોડના બીલમાં અભિપ્રાયના માગ્યા 2 લાખ,ACBથી બચવા રૂપિયા...

મોરબી જિ.પંચાયતના ઈજનેરે રોડના બીલમાં અભિપ્રાયના માગ્યા 2 લાખ,ACBથી બચવા રૂપિયા આંગણીયુ કરાવ્યું

મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ શાખાની હળવદ પેટા વિભાગ કચેરીમાં ફરજ બજાવતા આસી, ઈજનેર ઉમંગ ચૌધરી માળિયા તાલુકાના રાસંગપરથી મહેન્દ્રગઢ સુધીના 19.6 કિમીના રોડના કામ પૂર્ણ થતા તેના બીલ પેટે રૂ ત્રણ કરોડ ચાલીસ લાખનું બીલ મુક્યું હતું આ કામનું બીલ પાસ કરવા અભિપ્રાય માટે આસી. ઈજનેર ઉમંગ ચૌધરી કોન્ટ્રાકટર પાસે રૂ કુલ કામના 0.75 ટકા એટલે રૂ 2.55 લાખની લાંચની માંગણી કરી હતી અને આ લાંચની રકમ હાથોહાથ લેવાના બદલે એસીબીના છટકાથી બચવા આરોપીએ લાંચના રૂપિયા મોડાસા ખાતેની પી એમ આંગડીયા પેઢીમાં મોકલવા જણાવ્યુ હતું જો કે કોન્ટ્રાકટર લાંચ આપવા માંગતા ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો જે બાદ મોરબી એસીબી પીઆઈ એચ એમ રાણા દ્વારા ટ્રેપ ગોઠવી હતી જે બાદ ફરીયાદી દ્વારા મોબાઈલ પર વાતચીત કરી હતી અને લાંચીયા અધિકારીના જણાવ્યા મુજબ રૂપિયા પી એમ આંગડિયામાં મોકલ્યા હતા સામેથી આંગડીયા પેઢીમાં અન્ય એક વ્યક્તિના નામની સ્લીપ બનાવી હતી બનાવ અંગે એસીબીએ આરોપી ઈજનેરને પકડી પાડવા એક ટીમ મોડાસા મોકલી હતીં અને આંગડીયા પેઢીનું પેમેન્ટ અટકાવી દીધું હતું

બનાવ અંગે એસીબીએ આરોપી ઈજનેર ઉમંગ ચૌધરી સામે ગુન્હો નોધવાં તજવીજ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW