મોરબી શહેરના મોટા ભાગના વિસ્તારમાં રખડતા ઢોરની સાથે સાથે હવે રખડતા કુતરાનો ત્રાસ પણ વધ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારમાં લોકોને કૂતરાએ બચકા ભરી જતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે અગાઉ મોરબીના એવન્યુ પાર્કમાં આવા જ રખડતા કૂતરાએ લોકોને પરેશાન કરી મુક્યા છે એવન્યુ પાર્ક વિસ્તારમાં આવેલ ગરબી ચોકમાં ચંદ્રિકાબેન એન પંડ્યા નામની મહિલા રાત્રીના સમયે તેના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રખડતા કુતરા એ બચકા ભરી લીધા હતા ચંદ્રિકાબેને આ મુદે પાલિકામાં લેખિત રજૂઆત કરી હતી અને શહેરમાં રખડતા ઢોરની સાથે સાથે કુતરાને પકડવામાં આવે તેવી માંગણી કરી છે

