HomeGujaratમાળિયાના તરઘરી ગ્રા.પંચાયત સભ્ય રૂ 80 હજારની લાંચ લેતા પકડાયા,સરપંચના પતિની પણ...

માળિયાના તરઘરી ગ્રા.પંચાયત સભ્ય રૂ 80 હજારની લાંચ લેતા પકડાયા,સરપંચના પતિની પણ અટકાયત

પરદેશી બાવળ કાપવા અને વેચવાના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિ દ્વારા માળિયા મિયાણા તાલુકાના તરઘરી ગામમાં સરકારી ખરાવાડ ગ્રામ પંચાયતની ખરાબાની જમીનના પરદેશી બાવળ કાપવા માંગતા હોય જેથી તેઓએ ગ્રામ પંચાયતના ચુટાયેલ સભ્ય દામજીભાઈ પોપટભાઈ ગામીનો સંપર્ક કરી પંચાયતની મંજુરી નું કહેતા સભ્ય દામજીભાઈએ ગામમાં ચાલુ મહિલા સરપંચ મહિલા હોય અને ગ્રામ પંચાયતનો તમામ વહિવટ  પત્ની વતી મુકેશભાઈ પરમાર કરતા હોય જેથી આ બાબતે વાતચીત માટે બન્ને પીપળીયા ચાર રસ્તા પાસે આવેલા બાલાજી ચેમ્બર પાસે આવેલી પાનની દુકાને બોલાવ્યા હતા. બન્ને આરોપીઓ ભેગા થયા હતા જ્યાં તરઘરી ગ્રામ પંચાયતની ખરાવાડ તથા ગ્રામ પંચાયતના ખરાબામાં પરદેશી બાવળ કાપવાની ગ્રામ પંચાયતની મંજુરી આપવાના રૂ.80,000 આપે તો જ ગ્રામ પંચાયતની મંજુરી આપશે તેમ ગ્રામ પંચાયત સદસ્યએ  વાત કરી હતી જોકે ફરીયાદી રૂપિયા આપવા માંગતા ન હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય મોરબી એ.સી.બી.કચેરીનો સંપર્ક કરતા એસીબી પીઆઈ એચ એમ રાણા અને ટીમ દ્વારા છટકુ ગોઠવવામા આવ્યું હતું જે દરમ્યાન આ કામના બન્ને આરોપીઓ રૂબરૂ આવી ફરીયાદી સાથે વાતચીત કરી હતી બાદમાં આરોપી દામજી પોપટ ગામીને 80,000 લાંચ લેતા ઝડપી લીધો હતો આ બનાવમાં પોલીસે આરોપી દામજી પોપટ ગામી, મુકેશ હમીરભાઈ પરમાર વિરુદ્ધ ગુન્હો નોધી બન્ને ડીટેઈન કર્યા હતા અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે    

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW