દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાના કેસમાં મોટા પાયે ઘટાડો થતા કેન્દ્રથી લઇ નાના શહેરો સુધી લોકો રાહતનો શ્વાસ લીધો હતો જોકે કોરોનાના નવા વેરિયન્ટ JN.1 સામે આવ્યો હતો જેને લઇ who હરકતમાં આવ્યું હતું અને તમામ દેશોને નવા વેરિયન્ટ બાબતે સતર્ક રહેવા સુચના આપી છે. ભારતમાં કોરોના નવા વેરીયન્ટની એન્ટ્રી થવાં અને તેનાથી મોતની ઘટના પણ સામે આવી હતી જોકે આરોગ્ય વિભાગે વેરિયન્ટથી મોત ન થયા હોવાનો દાવો કર્યો હતો. દેશમાં કોરોના વાયરસના JN.1 વેરિયન્ટ વાળા 21 દર્દી સામે આવતા ફફડાટ ફેલાયો છે. દેશમાં ગુરુવારે નવા વેરિયન્ટ 358 નવા કેસ સામે આવ્યા હતા. આ પહેલા બુધવારે 614 દર્દીઓ મળી આવતા ફરી કોરોના કેસ ચિંતાજનક સ્થિતિએ પહોચી છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 358 નવા કેસ મળ્યા હતા આ સાથે દેશમાં એક્ટીવ દર્દીઓની સંખ્યા 2669ને આંબી ગઈ છે.કેરળમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ દર્દીના મોત સાથે સતાવાર રીત મોતનો આંકડો 5,33,327 પર પહોચી ગઈ છે.
તાજેતરમાં કેસ મુખ્ય રૂપે કેરળ,કર્નાટક,ગુજરાત, તમિલનાડુ અને મહારાષ્ટ્ર સામે આવ્યા હતા સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર સાજા થનારા દર્દીઓની સંખ્યા દેશમાં 4,44,70,576 દર્દીઓ સ્વસ્થ થયા હતા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને તેમાં કોરોના વાયરસ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. દેશમાં વૈજ્ઞાનિકો નવા વેરિયન્ટનું એનાલિસીસ કરી રહ્યા છે. તેમણે રાજ્યોને ટેસ્ટિંગ વધારવા અને મોનિટરિંગ સિસ્ટમને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા વેરિયન્ટની ટ્રેકિંગની સુવિધા માટે તમામ કોરોના કેસના સેમ્પલ INSACOG લેબમાં મોકલવાની સલાહ આપી હતી. આ સાથે રાજ્યોને જાગૃકતા ફેલાવવા, મહામારી મેનેજમેન્ટ કરવા અને તથ્યાત્મક રીતે યોગ્ય અને સાચી જાણકારી જાહેર કરવાનો આગ્રહ કર્યો હતો.