શિયાળે સૌરાષ્ટ્ર અને કચ્છ એકવાર કમોસમી વરસાદની સ્થિતિ સર્જાઈ છે. સોમવારે સૌરાષ્ટ્રના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો અને વાદળ છાયા વાતાવરણ વચ્ચે કેટલાક જીલ્લામાં પવન ફુકાયો હતો.આવતીકાલે ફરી સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી દ્વારકા અને પોરબંદર જિલ્લામાં છુટા છવાયા વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે જુનાગઢ, ગીર સોમનાથ જામનગરભાવનગર અને બોટાદ અને મોરબી સહિતના જીલ્લા તેમજ દીવ દમન દાદરા નગર હવેલી સહિતના કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાલ વરસાદની આગાહી આપવામાં આવી નથી

