HomeGujaratહળવદના ચુપણી ગામમાં જૂથ અથડામણ,4 મહિલા સહિત 7 લોકો ઈજાગ્રસ્ત

હળવદના ચુપણી ગામમાં જૂથ અથડામણ,4 મહિલા સહિત 7 લોકો ઈજાગ્રસ્ત

હળવદ તાલુકાના ચુપણી ગામમાં એક સમાજના બે જૂથ વચ્ચે શસસ્ત્ર અથડામણ થઇ હતી. ઘટનામાં 4 મહિલા સહીત 7 ઈજા પહોચી હતી ઈજા ગ્રસ્તને સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થિતિ વધુ બગડે નહી તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો

બનાવની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચુપણી ગામમાં સોમવારે એક દીકરીએ સાસરે ત્રાસ આપવામાં આવતા હોવાની ફરિયાદ કરતા બન્ને પક્ષના લોકો સમાધાન માટે ભેગા થયા હતા જોકે સમાધાન થવાના બદલે વાત વધુ વણસતા બન્ને પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામણ થઇ હતી. ઘટનામાં લીલાબેન શંભુભાઈ જખાણીયા,શંભુભાઈ સેજાભાઈ જખાણીયા જયારે બીજા પક્ષના શઉબેન ભલાભાઈ વાઘેલા, મનીષભાઈ કરસન ભાઈ વાઘેલા, સુખીબેન ભલાભાઈ વાઘેલા, દીલાભાઈ ભલાભાઈ વાઘેલા, કરસનભાઈ વાઘેલા સહિતના લોકોને ઈજા પહોચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW