દેશમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીના કેસ નહિવત થઈ જતા છેલ્લા કેટલાક મહિનાઓથી દેશભર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.જોકે આ રાહત પર ફરી ચિંતાના વાદળો છવાઈ રહ્યા છે કારણ કે દેશમાં ફરી એકવાર ભારતમાં કોવિડ-19ના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. દેશના દક્ષિણ ભારતમાં તેમજ યુપીમાં કોરોનાના કેસ સામે આવ્યા છે. કેરળમાં કોવિડ JN.1નો નવો પેટા વેરિયન્ટ મળી આવ્યો છે. જેના કારણે એક જ દિવસમાં કેરળમાં ચાર લોકોનાં અને યુપીમાં એકનું મોત થયું છે. યુપીમાં કોવિડ પોઝિટિવ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર રવિવારે ભારતમાં 335 નવા COVID-19 કેસ નોંધાયા છે અને સક્રિય કેસોની સંખ્યા વધીને 1,701 થઈ ગઈ છે.
કર્ણાટક સરકારે સબ વેરિયન્ટ JN.1 અંગે ચેતવણી જારી કરી છે. કર્ણાટક સરકારે એલર્ટ જારી કરીને ચેતવણી આપી છે કે, વૃદ્ધોએ ખાસ માસ્ક પહેરવું. જ્યારે કેરળમાં સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું- ચિંતા કરવાની જરૂર નથી. અમે સતત નજર રાખી રહ્યા છીએ.8 ડિસેમ્બરે કેરળના તિરુવનંતપુરમમાં JN.1 પ્રકાશમાં આવ્યો હતો. જ્યારે 79 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહિલામાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીના હળવાં લક્ષણો હતાં અને જોકે બાદમાં કોવિડ-19માંથી સાજા થઈ ગયાં હતાં તેમ ICMRના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું