મોરબી જિલ્લામાં ભાજપ શાસિત જિલ્લા પંચાયતમાં ગત 13 નવેમ્બરના રોજ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપ પ્રમુખની તેમજ કારોબારી સમિતિની રચના થઇ હતી જોકે બાદમાં બાકીની સમિતિની રચના અટકી પડી હતી અને તેની પાછળ ભાજપના સભ્યો વચ્ચે મહત્વના પદને લઇ આંતરિક ખેચતાણ ચાલતી હોય અને આ કારણે સમિતિની રચના માટે સામાન્ય સભા બોલાવી હતી તેમ છતાં માત્ર કારોબારી ચેરમેન અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની જ નિમણુક થઇ શકી હતી.
હવે દોઢ મહિના બાદ બાકીની સમિતીન ચેરમેનની નિમણૂક નો સળવળાટ જોવા મળ્યો છે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા આગામી તા. 28 ડીસેમ્બરને ગુરુવારના રોજ જીલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક બોલાવવામાં આવી છે જે સામાન્ય સભાની ખાસ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, ગત બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવા, ગત તા. 01-11 ની કારોબારી સમિતિની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, સદસ્ય તરફથી મળેલ કોઈ પ્રસ્તાવ બાબતે સહિતના એજન્ડાઓ પર ચર્ચા કરી મંજુરી આપવામાં આવશે તે ઉપરાંત જીલ્લા પંચાયતની સમિતિઓની રચના કરવામાં આવશે
સ્વ ભંડોળ વર્ષ 2023-24 ના સામાન્ય સભાની બહાલીની અપેક્ષાએ આપેલ સૈદ્ધાંતિક મંજુરીના કામોને બહાલી, વહીવટી મંજુરી માટે રજુ થયેલ દરખાસ્તોને બહાલી આપવા તેમજ 15 માં નાણાપંચના વર્ષ 2022-23 ના જીલ્લા કક્ષાના 10 ટકાની ખૂટતી રકમના કામોના આયોજનને બહાલી આપવા સહિતના એજન્ડાઓ પર જરૂરી ચર્ચા કરી મંજુરીની મહોર લગાવવામાં આવશે

