મોરબી નગરપપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી વિકાસ કામગીરી ઠપ્પ પડી હતી જોકે લાંબા સમય બાદ ફરી એકવાર શહેરમાં વિકાસ કામની ગાડી પાટે ચઢી હોય તેમ અલગ અલગ વિસ્તારમાં નવા કામના ખાત મુર્હુત કામગીરી થવા લાગી છે અને નવા કામના ટેન્ડર પ્રકિયા પણ થવા લાગી છે ત્યારે મોરબી પાલિકા વિસ્તારમાં તંત્રએ ફરી એકવાર રોડ ભૂગર્ભ ગટરના કામ અને પેવર બ્લોક પાથરવાની કામગીરી હાથ ધરી છે મોરબી નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવતા ગાંધીચોકથી નરસંગ મંદિર (રવાપરરોડ), લાતીપ્લોટ મેઈન રોડથી પંચાસર ચોકડી, શ્યામ પાર્કથી પંચાસર રોડ,યદુનંદન અને નીલકંઠ સોસાયટીથી ભક્તિનગર સર્કલ,દલવાડી સર્કલથી આવાસ યોજના અને પાવન પાર્ક વીસ્તાર સહીતના ૬ વિસ્તારમાં સીસી રોડ,વિસીપરા વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને સીસીરોડ ના કામ તેમજ બે સ્થળે પેવર બ્લોક પાથરવાની કામ મળી કુલ 8 કામ ના ટેન્ડર બહાર પાડ્યા હતા અને અલગ અલગ એજન્સી પાસે ભાવ મગાવ્યા હતા આ ઓનલાઈન ટેન્ડર આજે ખુલ્યા હતા
અગાઉ ખુદ ધારાસભ્ય દ્વારા એજન્સીઓને ટકોર કરી હતી કે જે કામ પાલિકા દ્વારા રોડ રસ્તાના અંદાજ લગાવ્યો હોય તેના પર તમે 10 થી 15 ટકા ઓછા ભાવે ટેન્ડર મેળવો છો તો કામ ગુણવતા ક્યાંથી આવશે તેમાં જેથી ગુણવતા યુક્ત કામ થાય અને તમે થોડું કમાવ એ રીતે ભાવ ભરજો જોકે એજન્સીઓએ ધારાસભ્યની આ સલાહ ન માનવાનું નક્કી કર્યું હોય તેમ જે પણ એજન્સીએ આ કામ મેળવ્યા છે તેઓએ પાલિકા દ્વારા આ તમામ કામ માટે કુલ 12.23 કરોડની કિમતમાં થવાનો અંદાજીત ખર્ચ નક્કી કર્યા હતા જોકે કોન્ટ્રાકટરો દ્વારા 5 ટકાથી લઇ 15 ટકા સુધી નીચે ભાવ ભરી કામ હાથમાં લીધું છે. અલગ અલગ 5 એજન્સીઓ દ્વારા કોન્ટ્રાકટ મેળવવા એજન્સીઓ દ્વારા 7.73 કરોડમાં કરવાની ખાતરી આપી છે એજન્સી દ્વારા 5 ટકાથી લઇ 15 ટકા સુધી નીચા ભાવમાં કામ કરવાની ખાતરી આપે છે શું આં એજન્સી દ્વારા ખોટ કરીને મોરબીમાં રોડ રસ્તાના કામ કરે તે પ્રશ્ન ઉઠે છે જોકે આટલ નીચા ભાવથી એક વાત તો સ્પસ્ટ થાય છે કે રોડનું કામ થશેમાં ખર્ચ ઓછો કરવા કોન્ટ્રાકટર તેમાં ઉપયોગ માં લેનાર સમાનની ગુણવતા સાથે બાંધછોડ કરશે અને તેની અસર રોડના કામમાં દેખાશે અને જે રોડ રસ્તા કે ભૂગર્ભ ગટરનું કામ થશે તેના આયુષ્યમાં અસર થશે પાલિકા દ્વારા પણ જાણે સસ્તામાં કામગીરી કરવા અધીરી બની હોય તેમ ૫ ટકાથી લઇ 15 ટકા સુધી નીચા ભાવ ભરનાર એજન્સીને કોન્ટ્રાકટ મંજુર કરી દીધા છે જેથી જ્યારે પણ આ રોડ રસ્તાના કામ પુરા થયા બાદ ગણતરીના મહિનાઓમાં તેની અસર જોવા મળશે અને ગેરેંટી પીરીયડ પહેલા રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરના કામ તુટી જશે. આ કામમાં પાલિકાના સત્તા ધીશો અને કોન્ટ્રાકટરોની મીલીભીગતથી મોરબીવાસીઓના ટેક્સના રૂપિયા પર પાણી ફરી શકે છે
ધારાસભ્ય દ્વારા અગાઉ નીચા ભાવ ન ભરવા તાકીદ કરવા છતાં કોન્ટ્રાક્ટરોએ નીચા ભાવ ભર્યા છે જેથી કામની ગુણવતા ન જળવાય શક્યતા ને ધ્યાને લઇ જે વીસ્તારમ કામ થઇ રહય છે ત્યાં રહેણાંકની આસપાસ થતા કામ પર દેખરેખ રાખે અને કોન્ટ્રાકટર દ્વારા ટેન્ડર માં દર્શાવાયેલ ગુણવતા નો માલ સામાન વાપરવામાં આવે છે કે કેમ એ ધ્યાન રાખે જેથી ટેક્ષના પૈસા નું પાણી ન થાય

