મોરબીમાં 16 વર્ષ પહેલાં થયેલી મારમારી ની ઘટનામાં રવી વિકાણી નામનો શખ્સ ફરાર હોય જેને ઝડપી લેવા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી હતી જોકે આ શખ્સ પોલીસને ચકમો આપી 16 વર્ષથી પોલીસને હફાવતો હોય દરમિયાન આં શખ્સ રાજકોટમાં હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી જ્યાં. આરોપી રવી શાકભાજી વેચાણ કરતો હોય જેથી બાતમી આધારે પોલીસે આરોપીને રાજકોટથી ઝડપી લીધો હતો અને તેની મારમારીના ગુનામાં અટકાયત કરી કાયદેસર કાર્યવાહિ હાથ ધરી હતી