HomeGujaratહળવદની ચંદ્રપાર્ક સોસાયટીના ગેટ પાસે બનતા મોલ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત

હળવદની ચંદ્રપાર્ક સોસાયટીના ગેટ પાસે બનતા મોલ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત

હળવદ શહેરની સરા ચોકડી પાસે આવેલી ચંદ્રપાર્ક સોસાયટીના ગેટ પાસે બની રહેલા મોલના બાંધાકામ બાબતે સોસાયટીના રહીશોએ નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, ચંદ્રપાર્ક સોસાયટીમાં ગેઈટની બાજુમાં મોલનું બાંધકામ ચાલી રહ્યું છે. જેના ગ્રાઉન્ડ ફ્લોર સહિત ચાર માળનું બાંધકામ થઈ ગયું છે અને હજુ પણ મોલના માલિક દ્વારા પાંચમાં માળનું બાંધકામ ચાલુ કરવાની કોશિશ કરી રહ્યાં છે. જોકે બાજુમાં સ્કુલ છે તેના જેટલી જ હાઈટ સુધી બાંધકામ થઈ ગયું છે અને હજુ એક માળ વધારે બાંધકામ કરવાનું વિચારે છે. તો તેની સામે અમે ચંદ્રપાર્કના રહીશો મોલની આજુબાજુના મકાનોવાળા રજૂઆત કરીએ છીએ કે આપ સ્થળ પર તપાસ કરીને કેટલી હાઈટ સુધી બાંધકામ કરી શકે અને કેટલુ બાંધકામ થયેલ છે. જે નગરપાલિકાના નિયમ મુજબ તેની તપાસ કરી અમને ન્યાય આપવા રજૂઆત કરીએ છીએ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW