ગુજરાતીમાં કહેવત છે કે જે ગામમાં લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આવી કહેવત વધુ એકવાર સાચી પડતી ઘટના મોરબીમાં બની હતી જેમાં માળિયા તાલુકાના આધેડની દીકરીના સંપર્કમાં આવેલા શખ્સે મોરબીના રવાપર રોડ અપર ફ્લોરમાં સસ્તામાં ફ્લેટ અપાવી દેવાની પુત્રને એપલ કંપનીમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી અલગ અલગ સમયે રૂ 48 લાખ પડાવી લીધા હતા આટલી રકમની છેતર પીંડી કર્યા બાદ પણ આ ભેજાબાજને સંતોષ ન થતા ઇન્કમ ટેક્ષ વિભાગનો નકલી સહી સિકકા વાડી નોટીસ બનાવી લઇ સમાધાનના નામે બીજા રૂપિયા પડાવી લીધા હતા અને આધેડ સાથે રૂ 78 લાખ રૂપિયાની છેતરપીંડી કરી હતી બનાવ અંગે આધાડે રાજકોટના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તેની ધરપકડ કરી હતી
માળિયા મિયાણા તાલુકાના નવાગામના વતની અને ખેતીકામ કરતા મનસુખભાઇ છગનભાઇ કાવર દિકરી અંકિતા રાજકોટથી સરકારી બસમા બેસી મોરબી આવતી હતી ત્યારે પરિચયમા આવેલ હર્ષ દિનેશભાઇ દવેએ અંકિતા તથા મનસુખભાઈના દીકરા આશિષભાઇનો વિશ્વાસ કેળવી સસ્તામા આઇ.ફોન અપાવી દેવા અને આશિષભાઇને એપલ કંપનીમા નોકરી અપાવી દેવાના બહાને તેમજ મનસુખભાઈને મોરબી ધુનડા રોડ પર ફલોરા-11 મા સસ્તામા ફલેટ અપાવી દેવાના બહાને એમ અલગ અલગ પ્રકારની લાલચ આપી હતી અને ટુકડે ટુકડે બાદ મનસુખભાઈએ આરોપી હર્ષના ખાતામાં રૂ. 48 લાખ ટ્રાન્સફર કર્યા હતા, જેબાદ આરોપીએ કાવતરું રચી વધુ રકમ પડાવવાનો કારસો રચ્યો અને ખાતામાં જમા થયેલી રકમનો RBI ખુલાશો પુછે છે તેની પતાવટ કરવી પડશે. તેવુ બહાનુ કરી તેમજ મનસુખભાઈ તેમજ તેમની દીકરી સાથે છેતરપીંડી કરવાના આશયથી કોમ્પ્યુટરમાં ઇન્કમ ટેક્ષ ડીપાર્ટમેન્ટનુ ચિન્હ બનાવી તેના પર એડીટીંગ કરી બનાવી ઇન્કમટેક્ષ વિભાગના સીક્કા વાળી ખોટી નોટીસ બનાવી, ખોટો દસ્તાવેજ બનાવી વોટસએપ મારફતે મોકલી તે નોટીસ ફાઇલે કરાવવી પડશે તેનો વહિવટ કરવો પડશે તેવુ બહાનુ કરી તેમજ આરોપીએ આર.બી.આઇ.ના સાહેબે મને પકડી લીધેલ છે તેની પતાવટના રૂપીયા આપવા પડશે તેવુ બ્હાનુ કરી તેમજ ક્રેટા કારના ગુગલ પરથી ફોટાઓ ડાઉનલોડ કરી તે ફોટા વોટસએપથી મોકલી આ કાર સસ્તામા અપાવી દેવાની લાલચ આપી તેમજ આરોપીએ પોતાની માતા બીમાર છે. એવા જુદાજુદા બ્હાના કરી રૂપિયા ઉઘરાવ્યા હતા આ ઉપરાંત આશિષભાઇને એપલ કંપનીમા નોકરી અપાવી દેવાની તથા સસ્તામા ફલેટ અપાવી દેવાની લાલચ આપી કુલ રૂ. 78 ,61,000 મેળવી લઇ પોતાના અંગત ફાયદા સારૂ આ રકમ વાપરી નાખી ઓળવી જઇ વિશ્વાસઘાત-છેતરપીંડી આચરી હતી બનાવ અંગે મનસુખભાઈએ આરોપીઓ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી અનેફરિયાદ આધારે આરોપી હર્ષ દિનેશ દવેની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

