HomeGujaratમોરબીના કંડલા બાયપાસ પાસે માટી ભરેલો ટ્રક બ્રીજની દીવાલ સાથે અથડાય પલ્ટી...

મોરબીના કંડલા બાયપાસ પાસે માટી ભરેલો ટ્રક બ્રીજની દીવાલ સાથે અથડાય પલ્ટી ગયો

મોરબીના કંડલા હાઇવેથી રાજકોટ તરફ જતા બાયપાસ રોડ પર શનિવારે મધરાતે જીજે ૩૨ટી ૪૦૩૦ નંબરનો ટ્રક લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ઓવર બ્રિજ પાસે સર્વિસ રોડ પર એક કાર અચાનક આડી ઉતરી પડતાં ટ્રકચાલક તેને બચાવવા જતાં સ્તિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક બ્રીજની દીવાલ સાથે અથડાય ગયો હતો બનાવમાં ટ્રક પલ્ટી ખાઈ ગયો હતો જેના કારણે માટી રોડ પર ફરી વળી હતી જેના કારણે રોડ પર ટ્રાફીક જામ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં મોરબી જિલ્લા પોલીસની ટ્રાફીક વિભાગની ટીમના દેવાયતભાઈ અને સ્ટાફ દોડી ગયાં હતાં. અને જામ કલિયર કરાવ્યો હતો.ઘટનામાં ટ્રક ચાલકને ઈજા પહોંચી હતી જે બાદ ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવમાં સદ નસીબે કોઈ જાન હાની થઈ ન હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW