મોરબીના આમરણ ગામ નજીક આવેલા ટાટા નગરમાં હરીભાઈ પટેલના મકાનમાં ભાડે રહેતા મૂળ મધ્ય પ્રદેશના નેપાળભાઈ સુનિલભાઇ વસુમીયા નામના યુવકની 4 વર્ષીય દીકરી શિવાની આમરણ જોડિયા રોડ પર આવેલા મેલડી માતાજી મંદિર પાસે ખુલ્લા મેદાનમાં રમતી હતી તે દરમિયાન પુર ઝડપે આવેલા GJ-36-L-3085 નંબર ના ટ્રેક્ટર ચાલકે ટક્કર મારી હતી ઘટનામાં શિવાનીને ગંભીર ઈજા પહોચતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવ અંગે નેપાળભાઈ ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ્દ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ચાલક સામે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી