HomeGujaratમોરબીમાં પાલિકાને ફરી દબાણ યાદ આવ્યું શનાળા રોડ પર લારી ગલ્લા દુર...

મોરબીમાં પાલિકાને ફરી દબાણ યાદ આવ્યું શનાળા રોડ પર લારી ગલ્લા દુર કર્યા

મોરબી નગર પાલિકા વિસ્તાર આવેલા તમામ મુખ્ય માર્ગો તેમજ જાહેર ચોક વિસ્તારમાં આડેધડ રેકડી ગલ્લા અને પાથરણા પાથરી દબાણ ખડકી રહ્યા છે તો કેટલાય દુકાનદારો, હોસ્પિટલ હોટેલ શોપિંગ કોમ્પ્લેક્ષ સહિતના વેપારી દ્વારા પાર્કિંગ જગ્યા છોડ્યા વિના આડેધડ ફૂટ પાથ અને રોડ પર ઓટલા ખડકી રદીધા છે જેના કારણે રોડ પર વાહન લઈને નીકળતા બાઈક ચાલક અને કાર ચાલકો પાસે પાર્કિંગની જગ્યા રહેતી નથી પરિણામે તેઓ રોડ પર વાહન પાર્ક કરવા મજબુર બને છે અને આ કારણે રોડ પ[પ્રટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે આ બાબતે અનેક રજૂઆત અને મીડિયામાં અહેવાલ છપાતા હોવા છતાં આવા દબાણ દુર કરવામાં તંત્ર નક્કર કાર્યવાહી કરવામાં પાછું પડે છે વધુ દબાણ આવે ત્યારે શનાળા રોડ પર કેનાલ રોડ અને ગણ્યા ગાંઠયા રોડ પર દબાણ દુર કરવાનું નાટક કરવા દોડી જાય છે અને ગણ્યા ગાંઠ્યા રેકડી ધારકો કે લારી ગલ્લા અને પાથરણા વાળાને દુર કરી સંતોષ માની લે છે આવી જ કામ ચલાઉ દબાણ દુર કરવાની કામગીરી પાલિકા દ્વારા ગુરુવારે કરવામાં આવી હતી પાલીકાની ટીમ આજે સનાળા રોડ પર આવેલા સરદાર બાગ ઓમ શાંતિ સ્કુલ બહાર પાર્કિંગ ,તેની સામેની સાઈડ નવા બસ સ્ટેશનની બન્ને સાઈડ ,સરદાર પટેલ પ્રતિમાની આસપાસ પાણી પુરવઠા કચેરી બહાર જીઆઇડીસી સામેના ભાગે માર્કેટિંગ યાર્ડ ની સામે અને તેની આસપાસ વિસ્તાર તેમજ લઇ છોટાલાલ પેટ્રોલ પંપ સુધીના રોડની બન્ને સાઈડ દબાણ દુર કરવા નીકળ્યા હતા અને લગભગ ૧૦૦થી વધુ નાની મોટી રેકડી ગલ્લા અને પાથરણા દુર કરવામાં આવ્યો હોવાનો પાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો .
જોકે પાલિકા દબાણ દુર કર્યાના ગણતરીમાં દિવસ માં ફરી પાછા આવી જતા હોવાથી આ સ્થિતિ કાયમી રહે છે મોરબીમાં રેકડી ધારકો અને આવા નાના વેપારીઓને વેપાર ધંધો કરવા કાયમી જગ્યા ન હોવાથી આ સમસ્યા સર્જાઈ રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW