HomeGujaratજામનગરથી ભૂંડ પકડવા આવેલા લોકો પાછળ હળવદના પિતા-પુત્રે બોલેરો દોડાવતા માળિયામાં...

જામનગરથી ભૂંડ પકડવા આવેલા લોકો પાછળ હળવદના પિતા-પુત્રે બોલેરો દોડાવતા માળિયામાં અકસ્માત,યુવકનું મોત

જામનગરના એરપોર્ટ રોડ પર રહેતા અને રખડતા ભૂંડ પકડતા શેરસીગ રણજીતસીગ ખીચી તેની જીજે 10 ટીટી 7637 નંબરની જે મુજબ ગત તા 4 ના રોજ દીકરા સોનુસિંગ,સાડા વિક્રમ સિંગ અર્જુન સિંગ તેમજ અન્ય બે ત્રણ લોકો સાથે હળવદ તરફ ભૂંડ પકડવાં આવ્યા હતા જ્યાંથી 4-5 ભૂંડ પકડી પરત ફરતા હતા તે દરમિયાન હળવદમાં રહેતા હરમીદરસીગ પ્યારેસીગ ટાંક અને પ્યારેસીગ ટાંક તેમને જોઈ જતા તેઓએ તેની બોલેરો પાછળ કરી હતી જેથી તેનાથી બચવા તેઓએ પુર ઝડપે ભગાવી જામનગર તરફ ગાડી જતા હતા દરમિયાન રાત્રીના સમયે માળિયા મિયાણામાં રસ્તો ભૂલી જતા શહેરમાં ઘુસી ગયા હતા વહેલી સવારે 5 વગ્યે તેઓ ફરી માળિયા કોર્ટ તરફના રસ્તે જતા જીજે 13 એ ડબ્લ્યુ 4410 નંબરની બોલરોથી પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું તેમજ તેને પકડવા બે ત્રણ તેની પાછળ ભટકાડી હતી અને જેના કારણે પાછળનું વ્હીલ નીકળી જતા બોલેરો પલટી મારી ગઈ હતી બનાવમાં અર્જુન સિંગ ના માથા પર બોલેરોનું વ્હીલ ફરી વળતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જયારે નયનભાઈ અને દીપકભાઈને માથામાં અને શરીરમાં નાની મોટી ઈજા પહોચી હતી ઘટના બાદ શેરસિંગ દ્વારા બોલેરો ચાલક હળવદમાં રહેતા હરમીદરસીગ પ્યારેસીગ ટાંક અને પ્યારેસીગ ટાંક નામના શખ્સ સામે માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે IPC કલમ 279 337 338, 304 તથા એમ.વી.એકટ કલમ 177 184 134 મુજબ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW