મોરબી તાલુકાના લાલપર ગામમાં રહેતા મિતલબેન સંજયભાઈ પરમાર નામની મહિલાએ બીમારીથી કંટાળી પોતાની મેળે હાથમાં છરી જેવા હથિયારથી છક્કા માર્યા બાદ ઘરની છત પરથી છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. ઘટના બાદ પરિવારજનોએ ગંભીર હાલતમાં પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી જો કે તબિયત લથડતા તેમને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા મહિલાના આપઘાત પાછળ લાંબા સમયથી તેઓ બીમારીથી પીડાતા હોય અને સારવાર કરવા છતાં તેઓને મારાથી છુટકારો ના મળતા પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે મિતલબેન એ આપઘાત કરતા પહેલા સોશિયલ મીડિયામાં વિડિયો પણ બનાવ્યો હતો જેમાં આ મોત પાછળ કોઈ જવાબદાર ન હોય માત્ર બીમારીના કારણે આપઘાત કરતા હોવાનું ખુલાસો કર્યો હતો બનાવો અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે