અકસ્માત ઝોન મોરબી રાજકોટ હાઈવે પર અવાર નવાર જીવલેણ અકસ્માત થતા હોય છે. મોટાભાગની ઘટનામાં મોટા વાહનોની બેદરકારીથી નિર્દોષ લોકોનો જીવ જવાની ઘટના બનતી હોય છે જોકે સોમવારે કાર ચાલકે કાયદાનો ભંગ કરી નશાની હાલતમાં જીજે 36 એ એફ 8805 નંબરની કાર ચલાવી અગળ જતા એક ટ્રેક્ટરને ઠોકર મારી હતી અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેક્ટર ટ્રોલીથી છૂટુ પડી ગયું હતું. અને પલટી મારી ગયું હતું બનાવમાં ટ્રેક્ટર ચાલક દિલીપભાઈ નાનજીભાઈ ભાગિયા નામના 44 વર્ષીય પ્રોઢને ગંભીર ઈજા પહોચતા તેમને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવ બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો પોલીસ આ ઘટનામાં કાર ચાલક સામે ગુન્હો નોધી તેની શોધખોળ હાથ ધરી હતી આરોપી કાર ચલાવતી વખતે નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું હતું બાદમાં પોલીસે આરોપીને મીતાણા નજીકથી ઝડપી લીધો હતો તેની કારની તલાસી લેતા તેની કારમાંથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હતી. હાલ આ બનાવમાં પોલીસે ગુન્હો નોધવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે