આરોપીએ એમપીના એક શખ્સ પાસેથી હથીયાર મેળવી અપહરણ કરી હત્યા કરી હતી
મોરબીના પીપળી ગામમ રહેતા એક ચંદ્રકાન્ત પ્રેમજીભાઈ કાસુન્દ્રા નામના યુવાનનું ગત 15 એપ્રીલ 2017માં રુપિયા ૩ કરોડની લેતી-દેતી મુદે જયેશ શામજી કાસુન્દ્રા નામના શખ્સ દ્વારા એમ પી ના વિકાસ ઉર્ફે વીકી મુન્ના લાલ સૌની પાસેથી ગેર કાયદે હથિયાર મેળવ્યું હતું અને મૃતક ચંદ્રકાન્તને મળવા બોલાવી તેની કારમાં અપહરણ કરી આમરણ તરફ ક્રિષ્ના જીનીંગ મિલ નામની ફેક્ટરીમાં લઇ જઈ તેના પર ફાયરીંગ કરી હત્યા કરી દવામાં આવી હતી બાદમાં તેની લાશ મોરબી રાજકોટ બાયપાસ રોડ પાસેની નદીમાં ફેકી દઈ ફરાર થઇ ગયા હતા તેમજ મૃતકના પિતા પાસેથી રૂ ૩ કરોડ ની માંગણી કરી હતી આ બનાવમાં મૃતકના પિતા એ નોધાવેલી ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપી જયેશ શામજી કાસુન્દ્રની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો જે બાદ સમગ્ર કેસ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં જતો રહ્યો હતો સરકારી વકીલ વિજય જાની દ્વારા આ 54 જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કરી તેમજ 43 જેટલા મૌખિક પુરાવા રજુકર્યા હતા તો બચાવ પક્ષ દ્વારા પણ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા બન્ને પક્ષની દલીલો પુરાવા અને સાક્ષીઓના નિવેદન આધારે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ દ્વારા હત્યા કેસમાં આરોપીને દોષિત જાહેર કરી આજીવન કેદ અને 50 હજાર નો દંડ ફટકાર્યો હતો આ ઉપરાંત અપહરણ ગુનામાં પણ ગુનેગાર જાહેર કરી આજીવન સજા અને 10 હજાર નો દંડ ફટકાર્યો હતો આ ઉપરાંત આર્મ્સ એક્ટના ગુનામાં ગુનેગાર સાબિત કરી ૩ વર્ષની કેદ ફટકારી છે 20 હજારનો દંડ ફટકાર્યો છે આ ઉપરાંત જાહેરનામાં ભંગ બદલ એક વર્ષની સજા અને રૂ 5000 નો દંડ ફટકાર્યો છે