મોરબી જિલ્લામાં વધી રહેલા અક્સ્માતની સંખ્યા અને તેમાં મોત નું પ્રમાણ વધ્યું છે.એક ખાસ કરીને નવેમ્બર મહિનામાં મોતની સંખ્યા વધી છે. એક.મહિનામાં ૨૩ જેટલી જીવલેણ અકસ્માતની ઘટનામાં ૨૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા.તો અલગ અલગ ૧૨૫થી વધુ ઘટનામાં નાની મોટી ઈજા થઈ હતી. જિલ્લામાં સૌથી વધુ જીવલેણ અકસ્માત મોરબી તાલુકા અને વાંકાનેર સિટી પોલીસ મથક વિસ્તારમાં નોંધાયા છે. આ વિસ્તારમાં જીવલેણ અકસ્માત પાછળ નેશનલ હાઇવે સૌથી વધુ જવાબદાર છે.અહી બેફામ દોડતા ટ્રકની હડેફેટે બાઈક સવાર આવી જતા હોય છે અને જીવ ગુમાવવાનો વારો આવે છે.
મોરબી જિલ્લામાં વાહન અક્સ્માત ની ઘટના સતત વધારો થઈ રહ્યો છે તેમાં પણ જીવલેણ અકસ્માતની ઘટના પણ વધી છે.નવેમ્બર મહિનો અત્યંત જોખમી રહ્યો છે. માત્ર નવેમ્બર મહિનાની વાત કરીએ તો જિલ્લામાં રોડ અકસ્માતમાં 27લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાં સૌથી વધુ મોત વાંકાનેર મોરબી માળિયા નેશનલ હાઇવે તેમજ મોરબી રાજકોટ સ્ટેટ હાઇવે પર વધુ થયા છે મોરબીના મુખ્ય માર્ગો પર દોડતા ટ્રકના કારણે નાના બાઇક ચાલક અને પગપાળા જતા લોકોએ જીવ ગુમાવ્યા છે.પોલીસ મથક મુજબ જોઈએ તો મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવતા નેશનલ અને સ્ટેટ હાઇવે અત્યંત જોખમી બન્યા છે. વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
જિલ્લામાં જીવલેણ અકસ્માત માટે જવાબદાર
મોરબી જિલ્લામાં મોટા ભાગના ટ્રક ચાલકો મોટર વવ્હિકલ લગતી ગાઈડ લાઈન ભંગ કરીને ચાલે છે.ટ્રકના બેંક લાઈટ, રેડિયમ પટી નમંબર પ્લેટ જેવી યોગ્ય રીતે હોતા નથી વાહન પણ ઓવર સ્પીડ અને તેમાં ભરેલ માલ પણ ઓવર લોડ હોય છે જેના કારણે અકસ્માતની ઘટના વધી છે
આરટીઓ કે પોલીસ વિભાગ દ્વારા ચેકીંગ નામે માત્ર ડિંડક ચાલી રહ્યા છે અનેક ડ્રાઈવર રાતનાં નશાની હાલતમાં ડ્રાઇવ કરતા હોય છે છતાં એક્શન ના નામે દંડ ઉઘરાવવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે.
બાઈક ચાલકો દ્વારા હાઈવે વિસ્તારમાં હેલ્મેટ વીના વાહન ચલાવતા હોય છે જેના કારણે અકસ્માતની ઘટનામાં મોતની સંખ્યા વધે છે.
પોલીસ.મથક મુજબ અકસ્માત અને મોત
પોલીસ મથક. જીવલેણઅકસ્માત–મોત
મોરબી તાલુકા.-(અકસ્માત-૭.મોત-૭)
ટંકારા. -(અકસ્માત-૬.મોત-૭)
વાકાનેર સિટી.-(અકસ્માત-૫.મોત-૫)
માળીયા. -(અકસ્માત-૩.મોત-૬)
હળવદ. -(અકસ્માત-૧.મોત- ૧)
મોરબી સિટી.-(અકસ્માત-૧.મોત-૧)