માળિયા મિયાણા તાલુકાના રોહીશાળા ગામમાં રહેતા પરેશભાઈ જાદવજી કાલરીયા નામના ખેડૂતની થોડા દિવસ પહેલા તીક્ષણ હથીયારના ઘા ઝીકી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી જે બાદ મૃતકના પિતાએ સીમ વિસ્તારમા આવેલી વાડીમાં કામ કરતા મૂળ એમપીના દંપતી સામે હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસે શ્રમિક રાગેશ ઉર્રફે રાકેશભાઈ જુવાનસિંઘ બઘેલ અને તેની પત્નીની શોધખોળ શરુ કરી હતી તપાસ આધારે માળિયા મિયાણા પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન આ આરોપી છોટાઉદેપુરમાં અથવા એમપીમાં હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે બન્ને સ્થળે સ્થાનિક પોલીસની મદદથી આરોપીની શોધખોળ કરી દરમિયાન પોલીસે ચોક્કસ બાતમી આધારે રાગેશ ઉર્રફે રાકેશભાઈ જુવાનસિંઘ બઘેલ તેમજ રાજબાઇ નરસિંગ બઘેલ નામની મહિલાની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી