વાંકાનેર નજીક ચંદ્રપુર ગામમાં આવેલા માર્કેટિંગ યાર્ડ નજીક રહેતા રાજુબેન અરવિંદભાઈ સોલંકી નામની મહિલાના ઘર સામે આવેલા નગરપાલીકાના વાલ્વમાંથી પાણી લીકેજ થતું હોય અને એ પાણી તેમના ઘરની સામે ભરાતું હોવાથી રાજુબેને પાવડાથી ધોરિયો કરી પાણી દુર કરતા હતા તે દરમિયાન વિસ્તારમાં હકાભાઈ ઉર્ફે મુંગો હિરાભાઈ પરમાર અને તેના ભાઈ ત્યાં ધસી આવ્યા હતા અને તેની સાથે ઝઘડો કરી ધક્કા મારી પાડી દીધા બાદ ઢીકા પાટુનો માર માર્યો હતો અને ઈજા પહોચાડી હતી બનાવ બાદ તેમણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મહિલાની ફરિયાદ નોધી હતી અને તેના આધારે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી