મોરબી જિલ્લામાં જાણે પોલીસની ધાક ઓસરી ગઈ હોય તેમ ગુનેગારો બેફામ બની ગયા છે. અવાર નવાર નાની મોટી બાબતમાં ઢોરમાર મારવામાં આવી રહ્યા છે તો હત્યા કરતા પણ અચકાતા નથી મોરબી જિલ્લામાં નવેમ્બર મહિનામાં એક મહિનામાં ૬ હત્યા હતી હત્યાનો સિલસીલો જોઈએ તો 8 નવેમ્બરમાં ઘર બહાર ફટાકડામાં મુદે સમજવવા ગયેલા આધેડની હત્યા કરવામાં આવી હતી તો 7 નવેમ્બર ના રોજ ખાનપર ગામમાં ઘર કંકાશમાં પતિએ પત્નીની દાતરડાના ઘા ઝીકી હત્યા કરી હતી 14 ના રોજ વાંકાનેરમાં બેસતા વર્ષના દીવસે સામાન્ય બાબતમાં અંધાધુંધ ફાયરિંગ થયું હતું. જે બાદમારામારીની ઘટના બની હટી જેમાં એક આધેડનું મોત થયું છે 19 મી ના રોજ બે મિત્રો વચ્ચે મટન પાર્ટી કરવા ભેગા થયા બાદ કોઈ બાબતે ઝઘડો થતા યુવક ની હત્યા કરી દેવામાં આવી હતી 21 નવેમ્બરના ઘરમાં સીસીટીવી લગવનાર સગીર પર 15 જેટલા શખસે જીવલેણ હુમલો કરતા સગીરનું મોત થયું હતું. તો ગત 30 નવેમ્બરના રોજ રોહીશાળાના ખેડૂતની હત્યા કરવામાં આવી છે.
આ ઉપરાંત મોરબીમાં મારામારી ધાક ધમકી અને જીવલેણ હુમલા કરવાની ઘટના પણ વધી છે તો દલિતો સાથે મારામારી અને તેમને હડધૂત કરવાની ઘટનામાં પણ ઉછાળો આવ્યો છે આં ઉપરાંત ફેક્ટરીમાં ચોરીની ઘટનાઓ વધી છે તો વ્યાજખોરો દ્વારા ચામડા તોડ વ્યાજ વસુલી રહ્યા છે જો કોઈ વ્યાજ ચુકી જાય તો આવા તત્વો દ્વારા ધાક ધમકી આપી પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે તેમની મિલકતના દસ્તાવેજ કોરા ચેક સહીતની વસ્તુઓ પડાવી લેવામાં આવી રહી છે ત
મોરબીમાં જે રીતે ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે તે જોં જાણે પોલીસ ગુનેગારોની ઘૂંટણીએ પડી ગઈ હોય તેમ લાગી રહ્યું છે સામાન્ય માણસને કાયદાના પાઠ ભણાવતી પોલીસને ગુનેગારો જાણે ખિસ્સામાં લઈને ફરી રહ્યા હોય તેવી હાલત બની ગઈ છે