મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચને ખાનગી રાહે બાતમી મળી હતી કે હળવદ શહેરના રાણેકપર રોડ પર આવેલી સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈ કાનજીભાઈ ચૌહાણ મૂળ રહે. સડલા તા-મુળીવાળાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર બિલ વિના આયુર્વેદીક નશીલી સિરપની બોટલો વેચાણ કરવાના ઈરાદે રાખેલ છે. જે બાતમી હકીકતના આધારે રેઈડ કરતા આરોપીના રહેણાંક મકાનમાંથી ખાનગી કંપનીની 400 એમએલની શીલબંધ બોટલો નંગ-111, કિંમત રૂપિયા 16650નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ, પીએસઆઈ એન.એચ.ચુડાસમા, કે.એચ.ભોચીયા, એ.ડી.જાડેજા, પેરોલ ફર્લો સ્કવોડ સહિતનો સ્ટાફ જોડાયો હતો.