મોરબીના સામા કાઠા વિસ્તારમા ત્રાજપર ગામ નજીક મૌલિક પાર્ક નામની સોસાયટીમાં આવેલા સાઈનાથ એપાર્ટમેન્ટમાં રહેતા મનીષભાઇ લક્ષ્મણભાઇ વરાણીયા નામના 55 વર્ષીય આધેડે અગમ્યકારણોસર ઘરમાં જ ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા પરિવારજનો બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલ લઇ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી તેમના પોસ્ટ મોર્ટમ કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી