મોરબીના દલિત યુવકને બાકી પગાર લેવા ઓફિસે બોલાવ્યા બાદ વિભૂતિ સીતાપરા ઉર્ફે રાણીબા સહિતના 7 આરોપીઓએ ઢોર માર માર્યો હતો આ ઘટનામાં વિભૂતિ હિતેન્દ્રભાઈ સીતાપરા તેનો ભાઈ ઓમ હિતેન્દ્રભાઈ સીતાપરા, રાજ અજયભાઈ પડસારા,પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી,ક્રિશ મેરજા, પ્રિત વડસોલા સહિતના પોલીસ સમક્ષ હાજર થતા તેમની અટકાયત કરવામાં આવી હતી અને મંગળવારે તમામને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. તપાસ અધિકારી ડીવાયએસપી પી એ ઝાલા દ્વારા ઘટનાની ઊંડાણ પૂર્વક તપાસ કરવા, લુંટ કરાયેલ રકમ અને મુદામાલ જપ્ત કરવા, તેમજ ઘટનામાં કોની શું ભૂમિકા તે અંગે ની તપાસ કરવા 5 દિવસના રિમાન્ડ સાથે કસ્ટડી આપવા મંજુરી માગી હતી કોર્ટે 1 ડીસેમ્બર સુધીની રિમાન્ડ અરજી મંજુર કરી હતી. આજે આરોપીઓના રિમાન્ડની મુદત પૂર્ણ થતા કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે આરોપીઓને જેલ હવાલે કરવા આદેશ કર્યો હતો