મોરબી જિલ્લા પોલીસ માં આવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક, વાકાનેર સીટી અને તાલુકા હળવદ તાલુકા અને માળિયા મિયાણા તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા 5 પોલીસ કર્મીઓને બેન્ડ બ્યુગલની તાલીમ માટે જિલ્લા પોલીસ વડાની સુચનાથી ટ્રેનિગમાં હાજર રહેવાનું હોવા છતાં પાચ પોલીસ કર્મીઓ ગેર હાજર રહ્યા હતા અને સીક પર ઉતરી ગયા હતા જેથી તેમના વિરુદ્ધ અનુશાસન ભંગ અને શિસ્ત વિરુદ્ધનું આચરણ બદલ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા હળવદ પોલીસ મથકના શૈલેન્દ્રસિંહ ઝાલા માળિયા મિયાણા પોલીસ મથકના મહોબતસિંહ અસ્વાર,વાકાનેર સીટી પોલીસ મથકના નીતિનભાઈ વાંકાનેર તાલુકા મથકના અજુભા ગઢવી તેમજ એ ડીવીઝન પોલીસ મથકના રફિકભાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા