HomeGujaratમોરબીમાં પેવર બ્લોકના કોન્ટ્રકટ ના બહાને બોલાવી યુવક પર 4 શખ્સનો હુમલો,

મોરબીમાં પેવર બ્લોકના કોન્ટ્રકટ ના બહાને બોલાવી યુવક પર 4 શખ્સનો હુમલો,

મોરબી શહેરના ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા ભરત ચકુભાઈ જીતીયા નામના યુવકને દીપકભાઈ પારેઘીએ ફોન કરી તમે પેવર બ્લોક નો કોન્ટ્રાકટ રાખો છો તેમ પૂછતાં યુવાને હા પડતા મળવા બોલાવ્યો હતો બાદમાં તેનું બાઈક લઈને બુધવારે રાત્રીના સમયે મળવા જતો હતો તે દરમિયાન મોરબી તાલુકાના ભડિયાદ ગામથી જોધપર તરફ જવાના રસ્તે નાલા પાસેથી દીપક પારેઘી અને 4 અજાણ્યા શખ્સે યુવકને ઢોર માર માર્યો હતો અને ગંભીર ઈજા પહોચાડી હતી. બનાવ બાદ યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેને સારવાર આપી હતી બનાવ અંગે ભરતભાઈએ દીપક પારેઘી અને અને અજાણ્યા 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW