મોરબીના ગુંજન સોસાયટીમાં રહેતા જીજ્ઞેશભાઇ મહાદેવભાઇ ભટ્ટાસણા નામના કારખાનેદાર ગત તા.23 એપ્રિલના રોજ પોતાના સિરામીકના કારખાને જતા હતા
ઘુટુ ગામની સીમમાં અચાનક ઇકો કાર ધસી આવી હતી અને અને તેમાં પાંચ આરોપીઓ ખંડણી વસૂલ કરવાના ઇરાદે ઇકો કારમાં અપહરણ કરી લઈ ગયા હતા બાદમાં પાંચ લાખની ખંડણી વસુલ કરી જીજ્ઞેશભાઈને મુક્ત કર્યા હતા. જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ થયેલ હોય અને 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને જેલ હવાલે કર્યા હતા જોકે કેસમાં એક આરોપી હજુ પણ ફરાર હોય જેને ઝડપી લેવા પોલીસ તપાસ કરી રહી હતી દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ફરાર આરોપી રાજેશ ગજાનંદ નરગાવે ઉ.વ.-૨૮ રહે.ગામ ભવાનીયા જી.ધાર (એમ.પી.)વાળો લાલપર ગામ નજીક બસ સ્ટેન્ડ પાસે હોય અને આં બાતમી આધારે આરોપીને ઝડપી લીધા હતા અને તેની સઘન પુછપરછ કરી હતી.જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.