2002ના વર્ષમાં રાજકોટ જિલ્લામાં આવતા ટંકારા પોલીસ સ્ટેશનમાં નોધાયેલા લુંટ અને ધાડ તેમજ માળિયા મિયાણા પોલીસ મથકમાં નોધાયેલા લુંટ અને ધાડના ગુના નોધાયા હતા આ ગુનામાં મૂળ મધ્ય પ્રદેશના જાબુઆ જિલ્લાના માંદલકા ગામનો વતની નારજી કાનજી ડીંડોર નામનો શખ્સ છેલ્લા 21 વર્ષથી ફરાર હોય જેને ઝડપી લેવા પોલીસ લાંબા સમયથી શોધખોળ કરતી હતી દરમિયાન આરોપી મધ્ય પ્રદેશના મંદસોર જિલ્લામાં હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી એલસીબીની ટીમ મંદસોર જીલ્લામાં પહોચી હતી અને મંદસોર જિલ્લાના કંબલ કેન્દ્ર રોડ નયા આબાદી વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને ત્યાંથી આરોપીને ઝડપી લીધો હતો મોરબી જીલ્લામાં લાવી તેની અટકાયત કરી હતી