Monday, October 7, 2024
HomeGujaratમોરબીમાં વ્યાજ ખોરોએ કાપડના વેપારી પાસેથી 45 ટકા સુધી વ્યાજ વસુલ્યા,

મોરબીમાં વ્યાજ ખોરોએ કાપડના વેપારી પાસેથી 45 ટકા સુધી વ્યાજ વસુલ્યા,

વેપારીએ 22 વ્યાજખોરો વિરુદ્ધ નોધાવી પોલીસ મથકમાં ફરિયાદ

મોરબીમાં દિન પ્રતિદિન વ્યાજ ખોરો દ્વારા ચામડા તોડ વ્યાજે રૂપિયા આપી બાદમાં તેની પઠાણી ઉઘરાણી કરવાનું સતત વધી રહ્યું છે ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પ્રયાસ બાદ જિલ્લામાં આવા વ્યાજ ખોરો પર ડ્રાઇવ ચલાવી હોવા છતાં હજુ આવા વ્યાજખોરો પર કોઈ અંકુશ આવ્યો ન હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે આં વખતે મોરબીના રવાપર ધુનડા રોડ પર શિવમ પેલેસમાં રહેતા નીલ ભૂપતરાય પોપટે નામના કાપડના વેપારી આવા વ્યાજખોરોના ચુંગલમાં ફસાયા છે. મળતી માહિતી મુજબ નીલભાઈ વસંત પ્લોટ ખાતે લાભ ટ્રેડસ નામથી કપડાનો વ્યવસાય કરતા હોય d અને ધંધામાં રૂપિયાની જરૂર પડતા તેઓએ આશરે આઠેક વર્ષ પહેલા તેના મિત્ર હિરેનભાઈ પોપટ મારફત કૈલાશભાઈ સોમૈયા પાસેથી ૨૫,૦૦,૦૦૦ અઢી ટકા વ્યાજે, યુનુસભાઈ સુમરા પાસેથી ૫,૫૦,૦૦૦ રૂપિયા ૩૦ ટકાના વ્યાજે, રવિ આહીર પાસેથી ૩,૦૦,૦૦૦ રૂપિયા ૪૫ ટકાના વ્યાજે, કુશલ ભલા પાસેથી ૩૦ ટકા વ્યાજે ૧,૦૦,૦૦૦, હાર્દિક મકવાણા પાસેથી ૪૦ ટકા વ્યાજે ૫૦,૦૦૦, રાજુભાઈ ડાંગર પાસેથી ૭ ટકા વ્યાજે ૨,૦૦,૦૦૦, રામદેવસિંહ જાડેજા પાસેથી ૮ ટકા વ્યાજે ૫,૦૦,૦૦૦, સનીભાઈ પાસેથી ૪ ટકા વ્યાજે ૩,૫૦,૦૦૦, અલ્કેશભાઈ કોટક પાસેથી ૧૦ ટકા વ્યાજે 3,૦૦,૦૦૦, ભાવેશભાઈ શેઠ પાસેથી ૧.૫ ટકા વ્યાજે ૪,૫૦,૦૦૦, નવીનભાઈ માખીજા પાસેથી 3 ટકા વ્યાજે ૨૦,૦૦,૦૦૦, મોસીનભાઈ માંકડિયા પાસેથી ૧૦ ટકા વ્યાજે ૫,૦૦,૦૦૦, કાનાભાઈ ડાંગર પાસેથી ૪ ટકા વ્યાજે ૪,૫૦,૦૦૦, મહેશભાઈ પાસેથી ૨ ટકા વ્યાજે ૬,૫૦,૦૦૦, ભરતભાઈ કોટેચા પાસેથી ૨ ટકા વ્યાજે ૫,૦૦,૦૦૦, પરેશભાઈ કચોરીયા પાસેથી ત્રણ ટકા વ્યાજે ૧૨,૦૦,૦૦૦, કેતનભાઈ પટેલ પાસેથી ૭.૫ ટકા વ્યાજે ૧૬,૫૦,૦૦૦, મહેશભાઈ ચારોલા પાસેથી ૨ ટકા વ્યાજે ૩૦,૦૦,૦૦૦, અશ્વિનસિંહ ઝાલા પાસેથી ૪.૫ ટકા વ્યાજે ૭,૦૦,૦૦૦ , નીલેશભાઈ કેસરિયા પાસેથી ૨ ટકા વ્યાજે ૩,૦૦,૦૦૦, હિરેનભાઈ પોપટ મારફત દેવાંગભાઈ પાસેથી ૨,૦૦,૦૦૦ રૂપિયા ૬૦૦ના દૈનિક વ્યાજ લેખે અને સમીરભાઈ પંડ્યા પાસેથી ૪.૫ ટકા વ્યાજે ૨,૫૦,૦૦૦ વ્યાજે લીધેલા હતા.જેનું સમયાંતરે મોટા પાયે વ્યાજ ચૂકવ્યું હતું જોકે વેપારી એટલી હદે વ્યાજના વિષ ચક્રમાં ફસાઈ ગયા કે મોટા ભાગની આવક વ્યાજ ભરવામાં જતી રહી હોવા છતાં સ્થિતિ એના એજ રહે છે વ્યાજખોરો પઠાણી ઉઘરાણી શરૂ કરી અને ઘરની મિલકત, કોરા ચેક પર સહીઓ લેવા વાહનની આરસી બુક સહિતનો મુદામાલ વ્યાજ ખોરો એ પડાવી લેતા તેઓએ તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,386FollowersFollow
2,310SubscribersSubscribe

TRENDING NOW