Wednesday, September 11, 2024
HomeGujaratઅદાણી ટોટલ ગેસ લીમીટેડ દ્વારા અમદાવાદ ખાતે ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પાયલોટ પ્રોજેક્ટ...

અદાણી ટોટલ ગેસ લીમીટેડ દ્વારા અમદાવાદ ખાતે ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરાયો

અમદાવાદ, 28 નવેમ્બર 2023:અગ્રણી જૂથ અને ટોટલ એનર્જીઝનીઅગ્રણીઊર્જા અને સીટી ગેસ ડિસ્ટ્રીબ્શન કંપનીઅદાણી ટોટલ ગેસ લિ. (ATGL) દ્વારા ‘ગ્રીન હાઇડ્રોજન સંમિશ્રણ પાયલોટ પ્રોજેક્ટ’ની પહેલ કરવામાં આવી છે.યુએઈમાં 30 નવેમ્બરથી 12 ડિસેમ્બર 2023 સુધીયોજાનાર યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP 28)માંગ્લોબલ લિડર્સની હાજરીમાં તેનો સૌપ્રથમ પ્રારંભ કરવામાં આવશે.

ATGLનાઆ પાયલટ પ્રોજેક્ટમાંઅમદાવાદ ખાતે 4,000 થી વધુ રહેણાંક અને વ્યાપારી ગ્રાહકો માટે ગ્રીન હાઇડ્રોજન (GH2) ને કુદરતી ગેસ સાથે મિશ્રિત કરવા નવીનતમ તકનીકોનો ઉપયોગ કરાશે. જેમાં ઈલેક્ટ્રોલીસીસથી પુનઃપ્રાપ્ય ઉર્જા દ્વારા ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ કરીને GH2 બનાવવામાં આવે છે. હાઇડ્રોજન સંમિશ્રણ ગેસ દ્વારાસમાન હીટિંગ માટેપ્રમાણમાં ઓછો કાર્બન ઉત્પન્ન થાય છે.

આ પ્રોજેક્ટ Q1 FY24-25 સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે અને નિયમનકારી મંજૂરીઓ પ્રમાણેમિશ્રણમાં ગ્રીન હાઇડ્રોજનની ટકાવારી ધીમે ધીમે 8% કે તેથી વધુ કરવામાં આવશે. સફળતાપૂર્વક પાયલોટ પૂર્ણ કર્યા પછી, હાઇડ્રોજન મિશ્રિત ઇંધણ શહેરના મોટા ભાગો અને AGTL ના અન્ય લાયસન્સ વિસ્તારોમાં તબક્કાવાર સપ્લાય કરવામાં આવશે. અભ્યાસ મુજબ, 8% સુધીનું હાઇડ્રોજન મિશ્રણ 4% સુધી ઉત્સર્જન ઘટાડે છે.
આ પાયલોટ પ્રોજેક્ટ સાથેATGL ભારતમાં શહેરી ગેસ વિતરણમાં હાઇડ્રોજન સંમિશ્રણ માટે ઇકોસિસ્ટમ વિકસાવવા નિયમનકારી સત્તાવાળાઓ તેમજ વિવિધ હિતધારકો સાથે ભાગીદારી કરવા માંગે છે. આ ઓપરેશનલ પાસાઓ અને હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મિશ્રિત ઇંધણની સુસંગતતાનીંજાણકારી મેળવવા અને શેર કરવામાં પણ મદદ મળશે.

અદાણી ટોટલ ગેસ લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ સુરેશ પી મંગલાનીએ જણાવ્યું હતું કે,“અમે પર્યાવરણીય રીતે ટકાઉ કામગીરીના નિર્માણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ અને આ પ્રોજેક્ટ 2047 સુધીમાં ભારતને ઉર્જા મામલે સ્વતંત્ર બનાવવા રાષ્ટ્રીય માળખાગત નિર્માણ તરફના અમારા સમર્પણનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રોજેક્ટ અમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડશે અને આવા નવીન પ્રોજેક્ટ્સમાં રોકાણ કરીનેઅમે ઉદ્યોગના ઉત્ક્રાંતિ અને ટકાઉ ઉર્જા ઉકેલોમાં પ્રગતિને આગળ ધપાવવા સક્રિય યોગદાન આપી રહ્યા છીએ.”
અદાણી ટોટલ ગેસ વિશે

અદાણી ટોટલ ગેસ લિમિટેડ એ સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (CGD) નેટવર્ક ધરાવતી ભારતની અગ્રણી ખાનગી કંપની છે જે ગ્રાહકોને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)થી લઈને ઔદ્યોગિક, વાણિજ્યિક, રહેણાંક અને પરિવહન ક્ષેત્રને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) સપ્લાય કરે છે. 14 નવા ભૌગોલિક વિસ્તારોમાં ડિસ્ટ્રીબ્યુશન (GAs) ની સાથે ATGL 38 ભૌગોલિક વિસ્તારોમાં ગેસ ડિસ્ટ્રીબ્યુશન ધરાવે છે, જે ભારતની કુલ વસ્તીના 8% જેટલું છે. ATGL દેશમાં કુદરતી ગેસનો હિસ્સો વધારવાના રાષ્ટ્રના પ્રયાસોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,567FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW