મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માણેકવાડા ગામના મહિલા સરપંચ હંસાબેન વજાભાઇ કડોણા સામે ગામના તળાવ કાંઠે બની રહેલા સ્નાનાગાર અને વોશિંગ ઘાટમાં સિમેન્ટના બદલે માટીના ગારથી નિર્માણ થતા હોવાની ફરિયાદ ઉઠી હતી અને મોટા પાયે ભ્રષ્ટ્રાચાર થતા હોવાની ફરિયાદ ઉઠી હતી સાથે સાથે મહિલા સરપંચ હંસાબેન કડોણાની પણ મિલીભગત હોવાના આક્ષેપ થતા ડીડીઓ દ્વારા સરપંચને તાત્કાલિક હોદા પરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા અને કામમાં ચાલતા ભ્રષ્ટ્રાચારની તપાસ કરવામાં આવી હતી બીજી તરફ ડીડીઓના આ હુકમથી નારાજ થઇ મહિલા સરપંચ દ્વારા વિકાસ કમિશ્નરમાં ફરિયાદ કરી હતી જેના આધારે વિકાસ કમિશ્નર દ્વારા તેમને સાંભળ્યા હતા.
બાદમાં વિકાસ કમિશ્નર દ્વારા સરપંચને હોદા પરથી દુર કરવાના ડીડીઓના હુકમને રદ કરી ફરી સરપંચના હોદા પરથી પ્રસ્થાપિત કરવા હુકમ કર્યો હતો આ હુકમ આધારે મહિલા સરપંચ હંસાબેન ફરી હોદો સંભાળ્યો