ગત તા 28ના રોજ 181 મહિલા હેલ્પ લાઈનના કોલ સેન્ટરમાં ફરિયાદ પહોચી હતી જે એક સગીર વયની દિકરી એકલી અને ગભરાયેલ હાલતમાં મળી આવી છે જેને મદદની જરૂર છે જેથી આ અંગે કોલ મોરબી 181 ટીમને ટ્રાન્સફર કરતા કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ ધટના સ્થળે સગીરા સુધી પહોંચ્યા હતાઅને તે સગીરાને સાંત્વના આપી હતી જે બાદ જેમણે ફોન કર્યો હતો તે વ્યક્તિ સાથે ચર્ચા કરતા સગીર યુવતી લાંબા સમયથી એકલી દુકાન પાસે બેઠા હોય કશું બોલતા ન હોય જે બાદ સગીરાનું કાઉન્સિલિંગ કરતા તેઓ ક્યાં રહે છે ક્યાંથી આવ્યા વગેરે પૂછવાના ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તે કશું જણાવતા ન હોવાથી સગીરા ને આજુબાજુના વિસ્તારમાં લઈ જઈ પૂછપરછ કરેલ ત્યારબાદ ઘણા પ્રયત્નો બાદ સગીરાનું સરનામું મળી આવતા તે સરનામે લઈ જઈ સગીરા ના માતાને સોંપેલ ત્યારબાદ તેમના માતા નું કાઉન્સિલિંગ કરતા તેમણે જણાવેલ કે તેમની દીકરીને બાળપણમાં ખેંચ આવતી હોવાથી તેઓ માનસિક રીતે અસ્વસ્થ હોય તેમની દવા પણ શરૂ હોય તેમની દીકરી રાત્રે ઘરમાંથી અચાનક નીકળી ગયેલ હોય આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની દીકરી બાબતે પૂછપરછ કરેલ પરંતુ ક્યાંય ખબર મળે નહીં તેઓ પણ ચિંતિત હતા ૧૮૧ ટીમે સગીર યુવતીને પરિવારને સોંપી અને ભવિષ્યમાં તેમની દીકરીનું ધ્યાન રાખવા માતાને સમજણ આપવામાં આવી હતી

