મોરબી સહીત રાજ્યની ચકચારી એવી દલિત યુવકને 15 દિવસનો બાકી પગાર આપવાના બહાને ઓફિસે બોલાવી ઢોર માર મારવાની ઘટનામાં નોધાયેલી પોલીસ ફરિયાદ બાદ આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહેલી પોલીસ સમક્ષ હવે ખુદ આરોપીઓ એક પછી એક હાજર થઇ રહ્યા છે. આ ઘટનામાં સૌ પ્રથમ મયુર ઉર્ફે દેવો દિલીપ કલોતરાની અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યા બાદ સોમવારે મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા,તેનો ભાઈ ઓમ સીતાપરા તેમજ રાજ પટેલ પોલીસ સમક્ષ હાજર થયા હતા જેની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આ કેસમાં આજે વધુ ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ ત્રણ આરોપીઓ પરીક્ષિત, ક્રીસ અને પ્રીત આજે પોલીસ સમક્ષ હાજર થતા તેમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી