મોરબીમાં રહેતા નીલેશ કિશોરભાઈ દલસાણીયા નામના યુવકને પગાર લેવા ઓફિસે બોલાવ્યા બાદ વિભૂતિ હિતેન્દ્રભાઈ સીતાપરા ઉર્ફે રાણીબા તેના ભાઈ ઓમ હિતેન્દ્રભાઈ સીતાપરા રાજ અજયભાઈ પડસારા,પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી,ક્રિશ મેરજા,પ્રિત વડસોલા સહીતના આરોપીઓએ કમરપટ્ટા અને ઢીકાપાટુંનો માર મારવાં,વિભૂતિ ઉર્ફે રાણીબાએ તેના ચપ્પલ મોઢે લેવા મજબુર કરવા તેમજ તેની પાસેના રોકડ રૂપિયા અને ઘડિયાળ સહિતની ચીજ વસ્તુઓની લુંટ ચલાવી હોવાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી
આ ઘટના બાદ પોલીસે આઈપીસીની અલગ અગલ કલમ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો નોધી આરોપીઓની શોધખોળ શરુ કરી હતી જોકે આરોપીઓ ફરાર થઇ જતા તેને શોધવા અલગ અલગ ત્રણ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી દરમિયાન સોમવારે નાટકીય ઢબે આરોપી વિભૂતિ સીતાપરા,ઓમ હિતેન્દ્રભાઈ સીતાપરા રાજ અજયભાઈ પડસારા હાજર થયા હતા તો બીજા ત્રણ આરોપી પણ મળી આવતા તમામની ધરપકડ કરી હતી તેમજ આજે તમામને એટ્રોસિટી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા મેજીસ્ટ્રેટ દ્વારા પીડિત યુવકના વકીલ તેમજ આરોપીઓ ના વકીલની દલીલ સાંભળી હતી તેમજ તપાસ અધિકારી ડીવાય એસપી પી એ ઝાલા દ્વારા આ કેસમાં વધુ તપાસ, લુટ થયેલા મુદામાલ પરત મેળવવાં સહિતની કામગીરી માટે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જોકે કોર્ટે માત્ર 1 ડીસેમ્બર સુધીના એટલે કે 3 દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.