દેશની વિવિધ કોટમાં સતત વધી રહેલા કેસના કારણે કોર્ટમાં એક તરફ કોર્ટ પર કામનું ભારણ વધી રહ્યું છે તો બીજી તરફ ખુબ મોટી સંખ્યામાં લોકો ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે આ કારણોસર દેશની વિવિધ અદાલતમાં લોક અદાલત યોજવામાં આવતી હોય છે. ત્યારે નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી એન રાજ્ય લીગલ સર્વિસ ઓથોરીટીની સુચનાથી મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટ તેમજ તાલુકા કોર્ટમાં આગામી 9 ડીસેમ્બરના રોજ મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં સમાંધાન લાયક કેસ લેવામાં આવશે અને તેનો ઝડપી નિકાલ કરવાંમાં આવશે
ગુજરાત કાનૂની સેવા મંડળ અને ગુજરાત હાઈકોર્ટના ઉપક્રમે મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા જિલ્લાની અદાલતોમાં દાખલ કેસમાંથી સમાધાન લાયક કેસનો ઝડપી નીવડો લાવી કામનું ભારણ ઘટે અને નાગરિકોને ઝડપી ન્યાય મળી શકે તેવા ઉદેશથી પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ પી સી જોષીના માર્ગદર્શન હેઠળ અને દેખરેખમાં મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટ અને મોરબી વાંકાનેર હળવદ ટંકારા અને માળિયા મિયાણાની તાલુકા અદાલતમાં તા 9 ડીસેમ્બરના રોજ લોક અદાલતનું આયોજન કરાયું છે
આ લોક અદાલતમાં મોટર વ્હીકલ એક્ટ 1988 અંતર્ગતના અક્સમાત કેસ, સમાધાન લાયક ફોજદારી કેસ,નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ને લગતા કેસ,લગ્ન સબંધી કેસ ચેક, હિંદી લગ્ન ધારો,મજુર અદાલતના કેસ,ઈ ચલણને લગતા પ્રી લીટીગેશન દીવાની કેસ વગેરે લગતા કેસ લોક અદાલતમાં લેવામાં આવશે તેમ જિલ્લા કાનૂની સેવા સતા મંડળના સેક્રેટરી બી એસ ગઢવીએ જણાવ્યું હતું

