હળવદ ના સાપકડા ગામમાંરહેતા પ્રભુભાઈ મગનભાઈ ચાવડાઅને તેના કૌટુંબિક ભાઈ હરેશભાઈ વચ્ચે જમીનનો વિવાદ ચાલતો હતો જેમાં એક ભાઈએ તેના પુત્રો સાથે મળી કૌટુંબિક ભાઈ પર અલગ અલગ બે બંધુકથી પગના ભાગે ફાયરીંગ કરી ગંભીર ઈજા પહોચ્ડ્યા બાદ તેમજ ધોકા પાઈપથી પણ માર માર્યો હતો અને જે બાદ ગંભીર હાલતમાં પ્રભુભાઈને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવમાં આરોપીઓએ છેલ્લા એક મહિનાથી નાસતા ફરતા હોય જેને ઝડપી લેવા પોલીસ અલગ અલગ દિશામાં તપાસ ચલાવી રહી હતી દરમિયાન આજે તેના ગામમાં પાછો આવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસ ત્રાટકી હતી અને આરોપી હરેશ દલુભાઇ ચાવડા અને ભાવેશ હરેશભાઈ ચાવડાને ઝડપી લીધા હતા અને તેની વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી