મોરબીની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી ‘પરિશ્રમ’, મહાવીર સોસાયટી, નવા બસ સ્ટોપ સામે, સનાળા રોડ, મોરબી ખાતે કાર્યરત હતી. પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી, મોરબીના રફાળેશ્વર જીઆઇડીસી ખાતે નવ નિર્મીત મકાનનું તા.૦૫/૧૧/૨૦૨૩ના રોજ કેબિનેટ મંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીનું નવું સરનામું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી-મોરબી, પ્લોટ નં :૧૧૬, સ્ટ્રીટ નં. ૪-એ, રફાળેશ્વર જીઆઇડીસી, મોરબી – ૩૬૩૬૪૨ તા. જિ. મોરબી ખાતે છે માટે કચેરીને લગતા કામકાજ તેમજ પત્ર વ્યવહાર નવા સરનામાને ધ્યાને લઈને કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી મોરબીના ઈ. પ્રાદેશિક અધિકારી એમ.એન.સોનીએ જણાવ્યું છે.